Monday, December 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં નિવૃત કર્મચારી ની રીક્ષા માં ભુલાઈ ગયેલ અડધા લાખ ની રોકડ સાથેની બેગ પોલીસે સીસીટીવી કેમેરાની મદદ થી શોધી આપી

પોરબંદર

પોરબંદર માં નિવૃત કર્મચારીની રીક્ષા માં ભુલાઈ ગયેલ રોકડ સાથે ની બેગ પોલીસે નેત્રમ કમાંડ કંટ્રોલ સેન્ટર ના સીસીટીવી કેમેરા ની મદદ થી શોધી આપી હતી.

ગત તા.૧૫/૦૨/૨૦૨૨ ના રોજ પોરબંદર બી.એસ.એન.એલના એક નિવૃત સરકારી કર્મચારી,કાંતિલાલ જેરામદાસ પરમાર ઉ.વ.૫૮ રહે.કડીયા પ્લોટ પોરબંદર વાળા બપોરનાં સમયે એમ.જી.રોડ.ખાતે આવેલ એસ.બી.આઈ બેન્કમાં પોતાના ખાતામાથી રૂ. પચ્ચાસ હજાર (૫૦,૦૦૦) ની રોકડ રકમ ઉપાડેલ.જે પૈસા એક કાળા કલરની બેગમા રાખી આ પૈસા ભરેલ બેગ લઈ સુદામાં ચોક મારફતે ઓટોરિક્ષામાં બેસી રેલ્વે સ્ટેશન તરફ જતી વખતે રસ્તામાં ઓટોરિક્ષામાથી ઉતરતી વખતે પોતા પાસે રહેલ કાળા કલરની રૂ.૫૦૦૦૦/ થી ભરેલ બેગ રિક્ષામાં જ ભુલાઈ જતા અરજદારે  કિર્તીમંદીર પો.સ્ટે. અરજી નં-૪૪૮/ ૨૦૨૨ મુજબની ફરિયાદ્ કરતા સદર અરજીના કામે કીર્તીમંદીર પો.સ્ટાફ દ્વારા નેત્રમ કર્માન્ડ & કંટ્રોલ સેન્ટર પોરબંદર નો સપંર્ક કરતા નેત્રમ ઈન્ચાર્જ દ્વારા સદર બેગને શોધવા માટે સુચના કરતા નેત્રમ સ્ટાફ દ્વારા અરજદારનાં જણાવ્યા મુજબના રુટમાં આવતા CCTV કેમેરાનો મહતમ ઉપયોગ કરી સઘન સર્વેલન્સ કરી રિક્ષા તથા રિક્ષાચાલકને શોધવા ફુટેજ ચેક કરતા VISWAS PROJECT અંતર્ગત સુદામાં ચોક લોકેશનમાં લાગેલ ફિક્સ કૅમેરામાં સદર્ રિક્ષા તથા રિક્ષાચાલકની બેગ સાથેની મુવમેન્ટ જોવા મળેલ.

જેથી નેત્રમ સ્ટાફ દ્વારા શહેરના અલગ અલગ લોકેશનમાં VISWAS PROJECT દ્વારા લગાવેલ CCTV કેમેરામાં સદર રિક્ષાની હાલની મુવમેન્ટ ચેક કરી અરજદાર દ્વારા રિક્ષાની ખાતરી કરતા CCTV દ્વારા સર્વેલન્સ કરી રિક્ષા રજી.નં.જોતા GJ 07 VW 2904 જણાય આવેલ હૉય જે રજીસ્ટ્રેશન નંબર આધારે નેત્રમના સોફ્ટવેર ની મદદથી વાહન માલિક અને વાહન ચલાવનાર ની માહિતી મેળવી, કિર્તીમંદીર પો.સ્ટે.સ્ટાફ સાથે સંકલન કરી CCTV કેમેરાની મદદથી રિક્ષાની ચાલુ મુવમેન્ટ ટ્રેસ કરી કિર્તીમંદીર પો.સ્ટે.સ્ટાફને જાણ કરતા સદર રિક્ષા માલીકનો સંપર્ક સાધતા રિક્ષા તથા રિક્ષા ચાલક મળી આવેલ જેથી,કિર્તીમંદીર પો.સ્ટે.સ્ટાફ દ્વારા રિક્ષા ચાલકની સધન પુછપરછ કરતા રિક્ષા ચાલકે પોતાના કબ્જામાં રહેલ અરજદાર દ્વારા રિક્ષામાં જ ભુલાઈ ગયેલ રૂ.૫૦૦૦૦/-સાથેની બેગ તથા અન્ય સામાન કમાંન્ડ & કંટ્રોલ સેન્ટર સ્ટાફ દ્વારા શોધી કાઢી અરજદારને પરત અપાવતા VISWAS PROJECT દ્વારા લગાવેલ CCTV કેમેરાની ખરી ઉપયોગીતાની સાબીતી પુરવાર થતા આ તકે અરજદાર દ્વારા કમાંડ & કંટ્રોલ ટીમ-પોરબંદર નો તથા કિર્તીમંદીર પો.સ્ટાફ.નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે