પોરબંદર
પોરબંદર ની શ્રી રામ સી સ્વીમીંગ કલબ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા દ્વિતીય પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન-ર૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 8 વરસ ના બાળક થી લઇ અને ૯૦ વરસ ના વૃધ્ધો એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ મેરેથોન માં સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્ર અને દિલ્હી ના સ્પર્ધકો પણ સહભાગી બન્યા હતા વિજેતાઓ ને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા
પોરબંદરની શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ અને સુરક્ષા સેતુ સોસાયટી પોરબંદર દ્વારા પોરબંદરમાં દ્વિતીય કોસ્ટલ હાફ મેરેથોનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ પૂ. મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત કલીન ઇન્ડિયા ફીટ ઇન્ડિયાની થીમ સાથે આયોજીત આ હાફ મેરેથોન વિવિધ કેટેગરીઓમાં ૬ થી ૧૦ વર્ષ-ર કિમી બિનસ્પર્ધાત્મક, ૧૦ થી ૧૪ વર્ષ-પ કિમી સ્પર્ધાત્મક, ૧૪ વર્ષથી ઉપર-૧૦ કિમી, ૧૬ થી ઉપર-ર કીમી સ્પર્ધાત્મક તથા ૧૪ વર્ષથી ઉપર- કીમી ફન રન બિન સ્પર્ધાત્મક એમ અલગ અલગ કેટેગરી માં યોજાઈ હતી જેમાં પોરબંદર,ઉપરાંત રાજકોટ,જુનાગઢ,દીવ ,દિલ્હી,મહારાષ્ટ્ર વગેરે ના કુલ ૨૨૦૦ થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો હતો આ સ્પર્ધા માં મહિલાઓ એ પણ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો વહેલી સવારે 6-૩૦ વાગ્યે આ મેરેથોન નો પ્રારંભ કરાયો હતો તે સમયે જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ ,જીલ્લા પોલીસવડા ડો પાર્થરાજસિંહ ગોહિલ,જાણીતા ઇતિહાસકાર નરોત્તમભાઈ પલાણ ,ઉપરાંત નેવી,કોસ્ટગાર્ડ ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મેરેથોન પહેલા ઝુંબા ડાન્સ નું આયોજન કરતા સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા અલગ અલગ વોર્મ અપ બાદ મેરેથોન નો પ્રારંભ કરાયો હતો આ મેરેથોન માં આર એફ આઈડી ટાઈમિંગ ચીપ નો ઉપયોગ કરાયો હતો જેથી વિજેતા સ્પર્ધક ની માઈક્રો સેકન્ડ પણ ધ્યાન માં લઇ શકાય.અલગ કેટેગરીમાં આયોજીત આ હાફ મેરેથોનમાં એકથી ત્રણ નંબર પર
આવેલ સ્પર્ધકોને કાર્યક્રમના અંતે નેવી,કોસ્ટગાર્ડ અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈનામનુ વિતરણ કરી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.કુલ અઢી લાખ રૂપિયા ના ઇનામો અપાયા હતા અને મેરેથોન માં ભાગ લેનાર ને કોઈ અગવડ ન પડે તે માટે સમગ્ર શહેર માં પણ ઠેર ઠેર એનર્જી ડ્રીંક,મેડીકલ સુવિધા,ફીઝીયોથેરાપીસ્ટ ની સેવા સહીત તમામ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોએ સમગ્ર આયોજનને બિરદાવ્યુ હતુ. ઉપરાંત શહેરીજનોએ પણ આવકાર્યુ હતુ અને દર વર્ષે આ પ્રકારની મેરેથોન સ્પર્ધા યોજાતી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
જુઓ ડ્રોન કેમેરા ના અદભુત દ્રશ્યો
અન્ય શહેર કરતા અલગ છે પોરબંદર ની મેરેથોન
હાફ મેરેથોન તો લગભગ દરેક શહેર માં સમયાંતરે યોજાતી હોય છે પરંતુ પોરબંદર ની હાફ મેરેથોન રાજ્યભર ની અન્ય મેરેથોન કરતા અલગ પડે છે કારણ કે અહી દરિયાઈ પટ્ટી પર મેરેથોન યોજાઈ છે જ્યાં એક તરફ રસ્તો હોય તો બીજી તરફ અફાટ સમુદ્ર ઘૂઘવતો હોય આમ પોરબંદર ની મેરેથોન કોસ્ટલ મેરેથોન હોવાથી અન્ય મેરેથોન કરતા અલગ પડે છે
૯૦ વરસ ના રમેશભાઈ ઝાલા એ ભાગ લઇ બાળકો અને યુવાનો નો ઉત્સાહ વધાર્યો
પોરબંદરના ૯૦ વર્ષના વૃદ્ધ રમેશભાઈ ઝાલાએ પણ આ મેરેથોન માં સતત બીજી વખત ભાગ લઇ અને બાળકો અને યુવાનો નો ઉત્સાહ વધાર્યો હતો ઉલ્લેખનીય છે કે રમેશભાઈ ઝાલા દર વરસે એથ્લેટિકસ ની વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લે છે તાજેતર માં ઉપલેટા ખાતે આયોજિત ૩૯ મી ગુજરાત રાજય માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશીપ ૧૦૦ મીટર રનીંગ માં અને ૨૦૦ મીટર રનીંગ માં એમ બે ગોલ્ડ મેડલ પણ મેળવ્યા હતા અને અત્યાર સુધી માં એથલેટીક્સ માં અનેક ઇનામો હાંસિલ કર્યા છે અને ગાંધીભુમી નું ગૌરવ વધાર્યું છે.તો આજ ના કાર્યક્રમ માં મુખ્ય મહેમાનો માં પોરબંદર ના જાણીતા ઇતિહાસકાર શ્રી નરોત્તમભાઈ પલાણ સાહેબ પણ પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં વહેલી સવારે નિયત સમયે હાજરી આપી અને સ્પર્ધકો નો ઉત્સાહ વધાર્યો હતો
દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુઓ એ પણ ઉત્સાહભેર ભાગ લીધો
કોસ્ટલ મેરેથોન માં દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં પોરબંદર ના જાણીતા વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઇ ખુંટી એ પોતાની વ્હીલચેર સાથે દસ કિમી ની સ્પર્ધા માં વટભેર ભાગ લેતા સૌ કોઈ એ તેમને બિરદાવ્યા હતા તો પોરબંદર ના નેતરવાલા અંધ વૃધાશ્રમ ના પ્રજ્ઞાચક્ષુઓ એ પણ હોંશે હોંશે ભાગ લીધો હતો તેમનો જોમ અને જુસ્સો જોઈ ને શહેરીજનો પણ મો માં આંગળા નાખી ગયા હતા
અગામી સમય માં ફૂલ મેરેથોન અને મહિલાઓ માટે પિંક મેરેથોન ની પણ વિચારણા
પોરબંદર શહેર માં આ વખતે દ્વિતીય કોસ્ટલ હાફ મેરેથોન યોજાઈ હતી છેલ્લા બે વરસ થી આ મેરેથોન ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે જેથી આયોજકો નો ઉત્સાહ પણ બેવડાયો છે અને આ આયોજન હવે દર વરસે કરવા ઉપરાંત આગામી સમય માં બહેનો માટે ખાસ પિંક મેરેથોન અને ૨૧ કિમી ની હાફ ના બદલે ૪૨ કિમી ની ફૂલ મેરેથોન યોજવાનું પણ વિચારણા હેઠળ છે.
ઉત્તમ ટીમવર્ક થી સુંદર આયોજન
પોરબંદર માં બે દાયકા થી વધુ સમય થી રાષ્ટ્રીય કક્ષા ની સી સ્વીમીંગ સ્પર્ધા નું આયોજન કરતા શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ ના આયોજકો દ્વારા સ્વીમીંગ કોમ્પિટિશન જે રીતે સ્પર્ધકો ને કોઈ તકલીફ ન પડે તેનો ખ્યાલ રાખવામાં આવે છે તે રીતે જ મેરેથોન માં પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી અને સંસ્થા ના દરેક સભ્ય દ્વારા ટીમ વર્ક થી કરાયેલા આ આયોજન માં પણ કોઈ કચાશ ન રહે તે અંગે ધ્યાન રાખવામાં આવ્યું હતું .પોરબંદર શહેર ને રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષા એ જાણીતું કરવામાં શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા થતી બન્ને ઇવેન્ટ નો મહત્વ નો ફાળો છે જેથી બન્ને ઇવેન્ટ માં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ સ્પર્ધકો ગાંધીભુમી ખાતે આવે છે.