પોરબંદર
પોરબંદર જીલ્લા માં તા. 22 મેના રોજ 100 કેન્દ્ર ખાતે મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે
પોરબંદર જિલ્લામાં કોવિડ વેકશીનેશન અંતર્ગત તા. 22/5 ને રવિવારે જિલ્લામાં 100 જેટલા સ્થળેઓ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.બી. કરમટાએ જિલ્લામાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60થી વધુ વય જૂથના કોવિડ વેકશીનના પ્રિકોશન ડોઝના લાભાર્થીઓએ મેગા કોવિડ વેકશીન કેમ્પમાં જઈને ડોઝ લેવા અપીલ કરી છે. તેઓએ જે 12 થી 17 વર્ષના બાળકો,તરૂણો, 18થી 60 વર્ષના વ્યક્તિઓ કે જેઓને વેક્સીન નો પહેલો અથવા બીજો ડોઝ લેવાનો બાકી હોય અથવા 60 વર્ષથી વધુ વયના લોકોનો વેકસીનનો પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેવા નાગરિકોએ આ કેમ્પમાં ડોઝ લઈ સુરક્ષિત થવા જણાવ્યું છે.