Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ડોક્ટર્સ ડે નિમિતે ડોકટરો નું સન્માન કરાયું:૩૦ થી વધુ તબીબો ને બિરદાવાયા

પોરબંદર

ડોક્ટર્સ ડે નિમિત્તે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઇનરવ્હીલ ક્લબના સહયોગથી ડોક્ટર્સ ના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર ના ૩૦ થી વધુ તબીબો ને બિરદાવવામાં આવ્યા હતા.

ડોકટર્સ ડે નિમિત્તે પોરબંદરની રોટરી ક્લબ અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અને ઇનર વ્હીલ ક્લબ સાથે પોરબંદરના 30 થી વધુ નામાંકિત ડોકટરોને સન્માનિત કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહનું આયોજન જીએમસી સ્કૂલ ના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યું હતું.તમામ ડોકટરોનું તિલક અને ખાદીની આંટીથી અને પ્રમાણપત્ર અને પુસ્તક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ સ્વાગત પ્રવચન, ડોકટર્સ ડેના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું.અને ડોકટરોના સન્માનમાં કવિતા પણ રજૂ કરી હતી.

સમારંભ દરમિયાન વિડિયોના રૂપમાં એક નાની ભાવાંજલિ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ડો. સુરેશ ગાંધી,ડો. ઉર્વીશ મલકાણ,ડો. કાનાભાઇ ગરેજા,ડો. કિશોર કાટબામણા,ડો. કમલેશ સદાણી,ડો. પારસ મજીઠીયા,ડો. કૃણાલ ગોઢાણીયા,ડો.પરાગ મજીઠીયા,ડો.નૂતન ગોકાણી,ડો. નિશા માખેચા,ડો.વિધિ કડછા,ડો. રાજ પંડ્યા,ડો. જય બદિયાણી,ડો. પિયુષ ચિત્રોડા અને ડો. ધારા ચિત્રોડા હાજર રહ્યાં હતા.

કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબના પ્રમુખ શ્રી પૂર્ણેશ જૈન,જીએમસી સ્કૂલના પ્રિન્સિપાલ ગરિમા જૈન,ઇનરવ્હીલ પ્રેસિડેન્ટ મીના મજીઠીયા,રોટરી ક્લબના ઉપપ્રમુખ અનિલ માંડલિયા,રોટરી ક્લબના સેક્રેટરી તુષારભાઈ લાખાણી,ઇનરવ્હીલ ક્લબના સેક્રેટરી સીમા સિંઘવી,રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ કેતન પારેખ,આસિસ્ટન્ટ ગવર્નર અનિલભાઈ સિંઘવી અને અન્ય રોટરી સભ્યો કેયુરભાઈ જોષી,વિજયભાઈ મજીઠીયા,ફારૂકભાઈ બઘાડ,નીરજભાઈ મોનાણી,કલ્પેશભાઈ અમલાણી,ધર્મેશભાઈ ધોળકિયા,ચેતનભાઈ રાયઠઠા,જય કોટેચા,રોહિત લાખાણી અને પ્રિતેશ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.બ્રેકફાસ્ટ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.જીએમસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.બધાએ તેમના પ્રયત્નોની પ્રશંસા કરી બિરદાવ્યા હતાં.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે