પોરબંદર
પોરબંદર માં મકરસંક્રાંતિ ની રાત્રી એ ભાજપ ના બે સુધરાઈ સભ્યો સહીત ૧૧ શખ્શો એ બે યુવાનો ને મોત ને ઘાટ ઉતર્યા હતા.જે બનાવ માં પોલીસે વધુ બે આરોપીઓ ને ઝડપી લઇ તેની પાસે થી લાયસન્સ વાળી પિસ્તોલ અને કાર કબજે કરી બે દિવસ નાં રિમાંડ પર લીધા છે.
પોરબંદરના વીર ભનુ ખાંભી પાસે મકરસંક્રાંતિ ની રાત્રે પાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ ના હારેલા ઉમેદવાર વનરાજ પરબતભાઈ કેશવાલા તેના ભાઇ રાજ,તેના મિત્રો પ્રકાશ જુંગી તથા કલ્પેશ ભૂતિયા પર પાલિકા ના ભાજપ ના સુધરાઈ સભ્યો ભીમા કેશવ ઓડેદરા તેનો પુત્ર નીલેશ,અન્ય સુધરાઈ સભ્ય રામા રૈયા સહીત ૧૧ શખ્સો એ પિસ્તોલ અને રિવોલ્વર વડે ફાયરીંગ કરી,તલવાર બેઝબોલ ના ધોકા વડે હુમલો કર્યો હતો.જેમાં વનરાજ તથા પ્રકાશ ને ગંભીર ઈજાઓ થઇ હતી.જયારે રાજ તથા કલ્પેશ ના મોત નીપજ્યા હતા.
પાલિકા ની ચૂંટણી ના મનદુઃખ માં થયેલ આ હત્યાકાંડ માં પોલીસે અગાઉ નિવૃત આર્મીમેન અરભમ ઓડેદરા સહીત ચાર શખ્સો ને ઝડપી લઇ અરભમ પાસે થી લાયસન્સ વાળુ હથીયાર તથા છ કારતુસના ખોખા પણ કબ્જે કર્યા હતા. ત્યાર બાદ વધુ બે આરોપીઓ હાજા લખમણ ઓડેદરા(રે ઇન્દિરાનગર)તથા રામ સવદાસ ચૌહાણ (રે લક્ષ્મીનગર)ને ઝડપી લઇ રામ પાસે થી ડબલ મર્ડર માં વપરાયેલી લાયસન્સ વાળી પિસ્તોલ તથા કાર પણ કબજે કરી છે.અને બન્ને ને પાંચ દિવસ નાં રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેના બે દિવસ નાં રિમાંડ મંજુર કર્યા છે.આ બનાવ માં હજુ ભાજપ નાં બે સુધરાઈ સભ્યો તથા સુધરાઈ સભ્ય નો પુત્ર સહીત 5 શખ્સો પોલીસ ની પકડ થી બહાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.