પોરબંદર
પોરબંદર માં વરસાદી વાતાવરણ ને લઇ ને વીજ ફોલ્ટ સર્જાય ત્યારે પીજીવીસીએલ ટીમ તેનું સમારકામ માટે તુરંત દોડી જાય છે.પરંતુ ઘણા ગ્રાહકો ફોલ્ટ સેન્ટર ખાતે વારંવાર ફોન કરતા હોય છે.આથી આ અંગે પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકો ને પણ સંયમ રાખવા અપીલ કરી છે.
પોરબંદર પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે હાલ ચોમાસા ની સીઝન ચાલુ હોઈ વીજળી લાઈનો માં ખુબ જ ફોલ્ટ થતા હોય છે.ત્યારે વીજ કનેક્શન જે ફીડરમાં હોઈ તે ફીડર માં 1000 થી માંડી 3000,4000 જેટલા ગ્રાહકો જોડાયેલા હોય છે.હવે જ્યારે આ ફીડર માં કોઈ ફોલ્ટ સર્જાય ત્યારે આવા 3000…4000 ગ્રાહકો માથી એક સાથે 25 કે 50 લોકો વીજળી વિભાગના ફોલ્ટ સેન્ટર માં કોલ કરે તો આવા 25 કે 50 લોકો માંથી માત્ર એકજ વ્યક્તિ નો કોલ જોડાઈ શકે અને બાકીના બધાજ લોકોને વીજળી વિભાગ ના ફોલ્ટ સેન્ટર નો નંબર વ્યસ્ત બતાવશે.
આવા સંજોગો માં પબ્લિક એવું સમજે છે કે વીજળી વિભાગ ના લોકોને કામ કરવું નથી.એટલે ફોન નું રીસીવર નીચે મૂકી દે છે.પણ હકીકત માં આપણે જેમ નેટવર્ક ઓપરેટર માં કસ્ટમર કેર અધિકારી સાથે વાત કરીએ.ત્યારે વેઇટિંગ સેવા આવે છે તેવી સુવિધા હજુ વીજળી વિભાગમાં ના આવી હોવાથી ચોમાસા દરમ્યાન વધુ ફોલ્ટ થતાં હોય વીજળી વિભાગ ના ફોલ્ટ સેન્ટર ના નંબર સતત વ્યસ્ત આવતા હોય વીજળી જાય ત્યારે થોડી વાર રાહ જોવી જોઈએ.અને ત્યાર બાદ જરૂર લાગે તો જેતે પેટા વિભાગીય કચેરી ના ફોલ્ટ સેન્ટર માં કોલ કરવો.અને જો તે નંબર વ્યસ્ત આવે તો PGVCL કંપની ના ટોલ ફ્રી નંબર 1800 233 155 333 ઉપર કોલ કરી ફરિયાદ દાખલ કરાવી શકાય છે.પીજીવીસીએલનાં ના કર્મચારીઓ ચોમાસા દરમ્યાન પોતાના જીવ ના જોખમે નોકરી ના સમયગાળા ઉપરાંત પણ વધુ કામ કરીને વીજળી જેમ બને તેમ વહેલી ચાલુ થાય તેવા હંમેશા પ્રયત્નો કરતા જ હોય છે.આથી સંયમ રાખવા અપીલ કરી છે.