પોરબંદર માં ખારવા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરાયું હતું.
શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમરોહ -૨૦૨૪ નુ ભવ્ય આયોજન સાગર સંસ્કાર હોલ, ખાતે કરવામા આવેલ હતુ. જેમા ધોરણ ૧ થી કોલેજ સુધી તથા ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓ, જેઓને ૭૫% ઉપર ટકાવારી આવેલ હોય તેવા વિધાર્થીઓના ફોર્મ ભરવામા આવેલ હતા. જેમા ૮૨૫ જેટલા વિધાર્થીઓના ફોર્મ ભરાયેલ હતા.
ધોરણ ૧ થી કોલેજ તથા ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓ માથી કુલ ૧૬૧ વિધાર્થીઓના ફર્સ્ટ , સેકન્ડ અને થર્ડ રેન્ક આવેલ હતા. અને બાકીના ૬૬૪ વિધાર્થીઓને પ્રોત્સાહક ઈનામરૂપે સર્ટીફીકેટ તથા મેડલ આપવામા આવ્યા હતા. વિધાર્થીઓની સંખ્યા વધારે હોવાથી આ સમારોહને સવારે અને સાંજે એમ બે વિભાગમા રાખવામા આવેલ હતો. સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીના કાર્યક્રમ મા ધોરણ ૧ થી ૯ તથા ૧૧ અગિયારમા ધોરણ ના તેજસ્વી તારલાઓને શીલ્ડ, તથા સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામા આવેલ હતા. અને બપોરે ૫ થી ૮ વાગ્યા સુધીના કાર્યક્રમ મા ધોરણ ૧૦ થી ૧૨, કોલેજ તથા ડોકટર, એન્જિનીયર એડવોકેટ શિક્ષક જેવા ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને શીલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામા આવ્યા હતા.
૧૬૧ ટોપ વિધાર્થીઓમાથી Top of the Top ૫ (પાંચ) વિધાર્થીઓને સ્પેશીયલ કેટેગરીમા વધારે ટકાવારી હોવાથી ખાસ સીલેક્ટ કરવામા આવેલ હતા. જેમા,
(૧) હિરેન દેવજી જુંગી (Ph. D Chemistry 7.5 SPI First)
(૨) હર્ષ કમલેશ ખોખરી (P.G. D in Sports Management 73.83 % First)
(૩) ડો. મીરાલી માવજી હોદાર (B.H.M.S. 54.13 % First)
(૪) ડો. રીધ્ધીકા માવજી હોદાર (B.P.T. 8.35 % First)
(૫) ડો. ભુમિકા રમેશ જુંગી ( M.B.B.S. 69.13 % First)
આ વિધાર્થીઓને સ્પેશીયલ શીલ્ડ, સ્પેશીયલ સર્ટીફીકેટ, તથા સ્પેશીયલ Graduation Sash આપી સન્માનીત કરવામા આવ્યા હતા. અને તેઓએ પોતે કઈ રીતે અહીં સુધી પહોંચ્યા તેનુ વર્ણન કરેલ હતુ.
વિશેષ મા શૈક્ષણિક ક્ષેત્રે ઉમદા વ્યકિતત્વ ધરાવતા મહાનુભાવો જેઓએ શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ કરી પદવી હાંસીલ કરેલ છે, અને ખારવા સમાજની સેવા કરી છે તેવા મહાનુભાવોનુ પણ ભવ્ય સન્માન કરવામા આવેલ હતુ. જેમા,
(૧) પ્રેમજીભાઈ વેલજીભાઈ ગોહેલ (પી.વી. ગોહેલ સાહેબ) – B.E. CIVIL, AMIE, DCS
(૨૦૦૮ થી પોરબંદર ખારવા વિધાર્થી સંધ ટ્રસ્ટમા પ્રમુખ તરીકે સેવા આપે છે.)
(૨) કાનજીભાઈ ભોવાનભાઈ મુકાદમ – M.Com. M.Lib LLB L.S.G.D.
(છેલ્લા ઘણા વર્ષો થી પોરબંદર ખારવા સમાજ સંચાલિત રત્નાંકર સ્કુલ શિક્ષણ સમિતી ના પ્રમુખ તરીકે સેવા આપે છે.
(૩) દિનેશભાઈ રણછોડભાઈ લોઢારી – M.Com. B.Ed. L.L.B.
(શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત યાજ્ઞવલ્કય વિધામંદિર સીબીએસઈ ઈંગ્લીશ/ગુજરાતી મીડીયમ સ્કુલ પોરબંદર મા છેલ્લા ૨૨ વર્ષથી ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે.)
(૪) આશિષભાઈ નાથાલાલ ખુદાઈવાલા – B.E. M.E. PHD અભ્યાસ ચાલુ છે.
(હાલમા સરકારી પોલીટેકનીક પોરબંદર મા ગુજરાત શિક્ષણ વિભાગ, વર્ગ-૨ મા પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. રીસર્ચ ક્ષેત્રે ખાસ સિધ્ધી: તેમનુ રીસર્ચ પેપર યીલ્દીઝ ટેકનિકલ યુનીવર્સીટી, ઈસ્તાંબુલ, તુર્કી ખાતે જાન્યુઆરી ૨૦૨૪ મા પબ્લીશ થયેલ છે.)
આ તેજસ્વી વ્યકિતઓએ પોતાની સુવર્ણ કારકીર્દી તો બનાવેલ છે જે પરંતુ સાથે-સાથે ખારવા સમાજને શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ સ્તર સુધી લઈ જવા માટે બહુમુલ્ય યોગદાન આપેલ છે. અને હજી પણ તેઓનુ માર્ગદર્શન ખારવા સમાજને મળતુ રહે છે. આ મહાનુભાવો એ પોતાના વકતવ્ય મા શિક્ષણરૂપી જ્ઞાનની ગંગોત્રી વહાવી હતી, જેમાથી વિધાર્થીઓને ઘણુ બધુ જાણવા મળ્યુ હતુ.
તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા માટે પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, સમાજના વડીલ ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ, નગરપાલીકાના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, પંચપટેલ/ટ્રસ્ટીઓ, માજીવાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, દિલીપભાઈ લોઢારી, સુનિલભાઈ ગોહેલ;રત્નાંકર શિક્ષણશાળાના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ તથા શિક્ષણ સમિતી, આસી. ડાયરેક્ટર ફીશરીઝ ઈન્ચાર્જ તુષારભાઈ કોટીયા,નગરપાલીકાના પૂર્વપ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બર,સપ્લાર્યસ એસો.ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તથા કમીટી મેમ્બરો
પિલાણા એસો. ના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તથા કમીટી મેમ્બર, નવીબંદર ખારવા સમાજ્ના પ્રમુખ મોહનભાઈ ભુતિયા,પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ ના સેક્રેટરી કમલેશભાઈ ખોખરી, ડો. નાનજીભાઈ હોદાર,ડો. મુકેશભાઈ હોદાર,એન્જિનીયર સંદીપભાઈ બાદરશાહી,ડો.રજનીબેન ગોહેલ,મહીલા આગેવાન સવિતાબેન કુહાડા, યાજ્ઞવલ્ક્ય વિધામંદિર ગુજરાતી મીડીયમ સ્કુલના પ્રિન્સીપાલ ભાવનાબેન વાંદરીયા, યાજ્ઞવલ્ક્ય વિધામંદિર CBSE ઈંગ્લીશ મીડીયમ સ્કુલ જુરીબાગના ઈન્ચાર્જ કાજલબેન ખોખરી,
પટેલ એકેડમીના પ્રોફેસર ધવલભાઈ આર્દેશણા, તથા ખારવા સમાજના આગેવાનો, પ્રતિષ્ઠીત વ્યકિતઓ, ખારવા સમાજના ડોકટરો, એડવોકેટો, એન્જિનીયરો, અધિકારીઓ, પ્રોફેસરો , સ્કુલોના પ્રિન્સીપાલો, શિક્ષકો, ઉઘોગપતિઓ,એકસપોર્ટરો, મહીલા આગેવાનો, અન્ય સમાજના મહાનુભાવો તથા સમાજનો ક્રિમ વર્ગ ખાસ ઉપસ્થિત રહી તેજસ્વી વિધાર્થીઓને સન્માનીત કરી ઉચ્ચ કારકીર્દી બનાવવા માટે તથા સુવર્ણ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવેલ હતી.
ઉપસ્થિત મહાનુભાવો એ પોતાની સ્પીચ દ્વારા વિધાર્થીઓને બીરદાવ્યા હતા. અને વિશેષમા વાણોટ પવનભાઈ શિયાળે પ્રેરણાદાયી શિક્ષણલક્ષી વકતવ્ય ગુજરાતી તથા ઈંગ્લીશ બંન્ને ભાષામા આપેલ હતુ.સમારોહ મા ઉપસ્થિત મહેમાનોને ખારવા સમાજ તરફથી સ્મૃતિભેંટ અર્પણ કરવામા આવેલ હતી.
અને જે વિધાર્થીઓ ટોપ આવેલ હતા તેઓના ફોટો અને રેન્ક સ્ક્રિન ઉપર પ્રદશિત કરવામા આવેલ હતા, અને એજયુકેશન ને લગતા મોટીવેશનલ વિડીયો જેમા કઈ રીતે વાંચન કરવુ, સમયનો બચાવ કરવો, જીવનમા કદી પણ નિરાશ ન થવુ, સફળતા મેળવવા માટે શુ કરવુ, જેવા પ્રેરણાદાયી વિડીયો પ્રદર્શિત કરવામા આવેલ હતા. અને સમારોહ ના સમાપન બાદ બધાજ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામા આવેલ હતી.
સમારોહ ને સફળ બનાવવા માટે ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ તથા પંચપટેલ/ટ્રસ્ટીઓના વ્યવસ્થિત માર્ગદર્શન હેઠળ ફાઈબર ગુપ ઓફ પોરબંદર ના હિતેષભાઈ ખોરાવા ની ટીમ દ્વારા ખુબજ સુંદર રીતે જવાબદારી નિભાવવામા આવેલ હતી. આ આખી ટીમને વાણોટ પવનભાઈ શિયાળ અને આગેવાનોના હસ્તે પ્રોત્સાહીત રૂપી સ્મૃતિભેંટ આપવામા આવેલ હતી. ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર ની ટીમ દ્વારા વાણોટ પવનભાઈ શિયાળ ને ખાસ મોમેન્ટો અર્પણ કરવામા આવેલ હતો.સમારોહ ના સંચાલન મા એંન્કર તરીકે ની જવાબદારી દિનેશભાઈ ખોખરી, મયુરભાઈ કુહાડા, રૂહીબેન કોટીયા તથા મયુરભાઈ જુંગી એ ખુબ જ સરસ રીતે નિભાવી હતી.