પોરબંદર
પોરબંદર માં કોરોના ની ત્રીજી લહેર શરુ થઇ ચુકી હોવાનું જણાવી કલેકટરે ઓડિયો કલીપ મારફત શહેરીજનો ને સાવચેતી રાખવા અપીલ કરી છે.
પોરબંદર કલેકટર અશોક શર્મા દ્વારા ઓડિયો કલીપ મારફત જણાવ્યું છે.કે શહેરમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રવેશ થઇ ચૂક્યો છે.છેલ્લા ત્રણ દિવસથી કેસો વધી રહ્યા છે.જેથી સૌ સાવધ થઇ જાય એ ખૂબ જરુરી છે.એક જાગૃત નાગરિક તરિકે વેપારીઓ ને કેટલીક કામગીરી કરવા કલેકટરે અપીલ પણ કરી છે જેમાં જણાવ્યું છે કે વેપારી તથા તેના કામદારને રસીના બંને ડોઝ લેવાના બાકી હોય તો બિનચૂક લેવા,દુકાનમાં કામ કરનાર સતત માસ્ક પહેરી રાખે.
અને ગ્રાહકને પણ માસ્ક પહેરવા આગ્રહ કરી થોડા માસ્ક હાથવગા રાખી અને માસ્ક વગરના ગ્રાહક ને આપવા જોઈએ તથા દુકાન જો બહારથી જ સામાન અપાતો હોય તો ભીડ ન થવા દેવી અને અંતર જાળવવા બેરિકેડ મુકવા તથા કેપેસીટી કરતાં અડધા જ ગ્રાહકો ને અંદર પ્રવેશ કરવા દેવો જોઈએ જેથી એક બીજાને ચેપ ન લાગે.સેનિટાઇઝર દ્વારા આપણા અને ગ્રાહકના હાથ જંતુમુક્ત કરીએ.જ્યાં ત્યાં ન થૂંકીએ કે ન થૂંકવા દઇએ.
ઘરે જઇને પહેલાં હાથ ધોઇએ, કપડાં બદલીએ અને સ્નાન કરીએ.કોઇને શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણો દેખાય તો સારવાર અને ટેસ્ટ કરવામાં આળસ ન કરવી જોઈએ.અને”ગ્રાહક દેવો ભવ” મંત્ર સાથે “ગ્રાહક સ્વસ્થ ભવ”નો મંત્ર પાળી સહુ સાથે મળીને કોરોનાને હરાવીએ તેવી પણ અપીલ કરી છે.કલેકટરની આ ઓડિયો કલીપ સોશ્યલ મીડિયા માં પણ વાઈરલ થઇ છે.