પોરબંદર
અભણ લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ની પરીક્ષામાં સુધારણા કરી રાહત આપવાનો નિર્ણય કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
ગુજરાત સરકાર દ્વારા અભણ લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવા માટે નિર્ણય લેવામાં આવેલ છે.અભણ લોકો પણ સારું ડ્રાઈવિંગ જાણતા હોય તેમજ ડ્રાઈવિંગમાં રસ ધરાવતા હોય અને તેમાં જ પોતાની કારકિર્દી બનાવી પોતે રોજગારી મેળવી શકે અને પોતાના તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે માટે સરકારના આ નિર્ણય દ્વારા અનેક લોકોને ફાયદો થયેલ છે.અને આ નિર્ણય આવકારદાયક છે.
પરંતુ મોટાભાગના અભણ લોકો સારું ડ્રાઇવિંગ જાણતા હોય છે.અને તેમના ઉપર તેમની રોજીરોટી હોય છે.પરંતુ પોતે અભણ હોય છે.અને ભણી ના શકયા હોય જેથી સરકાર દ્વારા રાખવામાં આવેલ કોમ્પ્યુટર ની પરીક્ષા આપી શકવાને સક્ષમ ના હોય અને વાંચતાં જ ના આવડતું હોય તો પરીક્ષા કેવી રીતે આપી શકે? સરકાર દ્વારા કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય જેથી અભણ લોકો સારું ડ્રાઇવિંગ જાણતા હોવા છતાં કોમ્પ્યુટરની પરીક્ષામાં ફેઈલ થાય છે. કોમ્પ્યુટરની પરીક્ષામાં સવાલ જાણવા માટે સમય પસાર થઈ જતા સમજે તે પહેલા જ સમય મર્યાદા પુરી થતા આવા લોકો પરીક્ષામાં વારંવાર ફેઈલ થતા હોય છે.અને ડ્રાઇવિંગ આવડતું હોવા છતાં કોમ્પ્યુટરની પરીક્ષામાં ફેઈલ થતા તેઓ ડ્રાઇવિંગ લાયસન્સથી વંચિત રહે છે.જેથી અભણ લોકો માટે કોમ્પ્યુટરની પરીક્ષા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને તેઓને રાહત આપવામાં આવે તેવી સામાજિક કાર્યકર પ્રકાશભાઈ પાંચાભાઈ સોલંકીએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.