પોરબંદર
પોરબંદર માં અપુરતા સ્ટાફને કારણે પોલીસ કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધ્યું હોવાથી પુરતા સ્ટાફની નિમણુંક કરવા સામાજિક કાર્યકર દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરાઈ છે.
પોરબંદરના સામાજીક કાર્યકર જયેશભાઈ સવજાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,ગુજરાત સરકાર દ્વારા પોરબંદર જીલ્લો જાહેર કર્યા બાદ તેમાં ફકત બે તાલુકા રાણાવાવ અને કુતિયાણાનો સમાવેશ કરવામાં આવેલ છે.પરંતુ જીલ્લો જાહેર થતા જીલ્લા માટે ફાળવવામાં આવતો સ્ટાફ નાનો જીલ્લો હોવાથી પ્રથમથી જ ઓછો ફાળવવામાં આવેલ છે.જેના કારણે મોટા ભાગના અધિકારી તેમજ કર્મચારીઓ એકથી વધુ ખાતાના સ્ટાફની જવાબદારી સંભાળે છે,જેમાં મોટા ભાગના પી.આઈ. તથા પી.એસ.આઇ. એક પોલીસ સ્ટેશન કરતા વધુ પોલીસ સ્ટેશનનો ચાર્જ ઈન્ચાર્જ અધિકારી તરીકે સંભાળે છે.જેના કારણે તેને સોંપાયેલા પોલીસ સ્ટેશનની જવાબદારી પુસ્તી રીતે સંભાળી કામનું ભારણ પણ વધારે રહેલ છે.
આવી જ પરિસ્થિતિ નાના પોલીસ શકતા નથી.તેમજ જ કર્મચારીઓની રહેલ છે.જેથી કામના ભારણના કારણે અમુક કર્મચારી માનસિક રીતે પીડાય છે.તેમજ પોરબંદર પોલીસ જીલ્લામાં વધુ પડતી કામની જવાબદારીના કારણે ચાલુ ફરજે હાર્ટ એટેકથી અવસાન પામેલ હોવાના બનાવો તાજેતરમાં બનવા પામેલ છે.આ બાબતે અમોએ જીલ્લા પોલીસ કચેરીએ આર.ટી.આઇ.ની માહિતી માંગવામાં આવેલ છે.કારણ કે કોઈપણ અધિકારી વધારેની ફરજના કારણે જે તે પોલીસ સ્ટેશનમાં જવાબદારીપૂર્વક પોતાની કાર્યશૈલી સંભાળી શકતા નથી.તેમજ સંભાળવા માંડ થયા હોય તો તેની બદલી થઈ જાય છે.જેના કારણે પ્રજાના કામ પુર્ણ થતા નથી.અને તૈયાર ગુન્હાખોરીમાં વધારો થવાની પુરેપુરી સંભાવના રહે છે.
હાલ પોરબંદર પોલીસ જીલ્લાની પરિસ્થિતિ કાંઈક આવી જ છે.જેથી આ બાબતે તાત્કાલીક તપાસ હાથ ધરી પોરબંદર જીલ્લામાં પુરતો સ્ટાફ ફાળવવા તેમજ કોઈ પણ અધિકારી કોઈ પણ ખાતામાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી શકે તેના માટે તેમની નિમણુંકના સ્થાને પુરેપુરી ફરજ બજાવે તેના માટે સમય ફાળવવા નહી કે તાત્કાલીક બદલી કરવા અગર તો વધારાનો બોજ સુપત્રત કરવા જેથી પોરબંદર પોલીસ પોતાની કરજ નિયમિત બજાવી શકે તેના માટે તેમને વધારાનો બોજ ન સોંપવા તેમજ સફળતાપુર્વક કામગીરી કરવા તેમને અપાયેલ નિમણુંકના સ્થાને સમય આપવા અમારી માંગ છે તેમ જયેશભાઈ સવજાણીએ ઉમેર્યું હતું.