પોરબંદર
તા. ૧૯/૦૨/૨૦૨૨ નાં રોજ પોરબંદર ખારવાવાડ ખાતે સાગર ભુવન હોલ માં બંદર નાં અગત્યના પ્રશ્નો બાબતે શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ વાણોટ પવનભાઈ શિયાળ નાં અધ્યક્ષ સ્થાને શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન દ્વારા બોટ અને પીલાણા માલિકોની જનરલ મીટીંગ (સામાન્ય સભા) રાખવામાં આવેલ હતી,જેમા ખારવા સમાજનાં તથા માછીમારોનાં આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં માછીમારોનો જનસમૂહ હાજર રહ્યો હતો.
આ જનરલ મીટીંગ (સામાન્ય સભા) માં બંદર ને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવેલ હતી.જેમા બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ દ્વારા તા. ૦૩-૦૨-૨૦૨૨ નાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યનાં મુખ્ય મંત્રી સાથે રૂબરૂ મુલાકાત લઈ ને કરેલ રજુઆતોનો વિસ્તારથી અહેવાલ આપ્યો હતો.
બંદર ની અંદર બોટ માલિકોને થઈ રહેલ બૉટ પાર્કિંગની સમસ્યા માટે સરકારમાં વારંવાર રજુઆત કરતા આ માંગણીને સરકાર દ્વારા મંજુર કરાતા બાપા સીતારામ થી માપલાવારી એરિયામાં રૂ. ૬૦.૨૫ કરોડ નાં ખર્ચે ૮૦૦ મીટર વાર્ફવોલ અને ડ્રેજીંગ કરવા માટે સરકારએ મંજુરી આપેલ છે તેમજ બંદર ની અંદર અલગ અલગ વિસ્તારમાં ટુટી ગયેલ જેટીઓનાં સમારકામ પણ વહેલીતકે પુર્ણ કરવામાં આવે તેવી રજુઆત કરેલ છે.
*માછીમાર બોટ માલિકને વર્ષોથી ડીઝલનો ક્વોટો વધારવામાં આવેલ નથી તો તેમાં વધારો કરવો.
.અગાઉનાં સમયમાં જે ફિશીંગ બોટોને વેટ મુક્ત ડીઝલ ખરીદી કરવા માટે કોઈપણ જી.એફ.સી.સી.એ મંડળીઓનાં ડીઝલ પંપો ઉપરથી જે ખરીદી કરી શક્તા તેવી રીતે બોટ માલિકો તેમની ફિશીંગ બોટો માટે ડીઝલ ની ખરીદી કરી શકે તેવી પણ રજુઆતો કરવામાં આવેલ હતી. બોટ માલિકોને કે.સી.સી લોન જે સરળતા થી મળવી જોઈએ.
*નાની હોડી ધારકોનાં જુના સબસીડીનાં પ્રશ્નો વર્ષ ૨૦૧૬-૨૦૧૭ થી એન્જીન ની સબસીડી બાકી રહેલ છે તે પણ વહેલીતકે ચુકવી આપવામાં આવે.
*હાલ એફ.આર.પી હોડીઓમાં કેરોસીન નાં બદલે સરકારશ્રીનાં આગ્રહથી વધારે પરતા પેટ્રોલ એન્જીન વાપરવામાં આવે છે તો કેરોસીન ની સાથે જેમની પાસે પેટ્રોલ એન્જીન હોય તેમને પેટ્રોલ ઉપર ૫૦% સબસીડી આપવામાં આવે.
*ભારતીય બોટો પાકિસ્તાન માં પકડાયેલ છે તેવી બોટોને અગાઉ ની જેમ કેન્દ્ર સરકારશ્રી દ્વારા સોફટ લોન પેકેજ યોજના ની માંગણી તેમજ અગાઉની સોફલોન પેકેજની બાકી રહેતી રકમ બોટ માલિકોને વહેલીતકે મળવી જોઈએ.
આવા માછીમારો ને લગતા અનેક નાના-મોટા પ્રશ્નો વિષે ચર્ચાઓ કરવામા આવેલ હતી
આ ચર્ચાઓની અંદર ખારવા સમાજનાં આગેવાનો તેમજ માચ્છીમાર બોટ અને પીલાણા માલિકભાઈઓ માંથી એક એવો સુર નિકળેલ હતો કે, બોટ એસોસીએશનનાં પ્રમુખ મુકેશભાઈ પાંજરી માછીમારોના હિત ના કામો માટે ખુબજ ઉત્સાહી અને શિક્ષિત હોય માટે આ અગત્યની જનરલ મીટીંગ (સામાન્ય સભા) માં હાલની પરિસ્થિતીઓને ધ્યાન માં લઈ ને માચ્છીમાર બોટ માલિકોનાં ઉત્સાહી યુવા પ્રમુખ મુકેશભાઈ પાંજરી ને આવનારા બે વર્ષ માટે પ્રમુખ તરીકે રહેવાની માંગણીઓ ઉઠી હતી.
આ જનરલ મીટીંગમાં હાજર રહેલ બહોળી સંખ્યામાં માચ્છીમાર બોટ/પીલાણા માલિકો તેમજ ખારવા સમાજનાં આગેવાનો દ્વારા એક સુર સાથે મુકેશભાઈ પાંજરી ને માચ્છીમારભાઈઓ નાં વિકાસના કાર્યો તેમજ સારી કામગીરી માટે શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન નાં આગામી બે વર્ષ માટે પ્રમુખ તરીકે માચ્છીમારોનાં વિશાળ જનસમૂદાય દ્વારા સર્વાનુમતે સમર્થન આપવામાં આવેલ હતું.
આ જનરલ મીટીંગ (સામાન્ય સભા) માં શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ વાણોટ પવનભાઈ શિયાળ,અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તેમજ પંચ પટેલો-ટ્રસ્ટીઓ,શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપ પ્રમુખ દેવુભાઈ સોનેરી તેમજ કમિટિ સભ્યઓ,શ્રી પોરબંદર માચ્છીમાર પીલાણા એસોસીએશન પ્રમુખ દિપકભાઈ જુંગી તેમજ કમિટિ સભ્યઓ,સુભાષનગર વણાંકબારા ખારવા જ્ઞાતિ પટેલ સંજયભાઈ લોઢારી,નવીબંદર ખારવા જ્ઞાતિ પટેલ નરેન્દ્રભાઈ કાણકીયા,પોરબંદર સમસ્ત ખારવા સમાજ પુર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ,પોરબંદર બોટ એસો. પુર્વ પ્રમુખઓ દિનેશભાઈ માલમ,જીવનભાઈ જુંગી,હિરાલાલભાઈ શિયાળ,જાદવજીભાઈ પોસ્તરીયા,અશ્વિનભાઈ એમ. જુંગી, ફ્રેસ ફિશ એસોસીએશન પ્રમુખ ભીખુભાઈ લોઢારી,માચ્છીમાર આગેવાન માવજીભાઈ જુંગી, સપ્લાયર્સ એસોસીએશન પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ બહોળી સંખ્યામાં બોટ/પીલાણા માલિકો ઉપસ્થિત રહ્યાં હતા.