પોરબંદર
પીડિત મહિલાઓની સહાયતા માટે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સરકાર દ્રારા કાર્યરત છે. રાજ્યના દરેક જિલ્લામા આ સેન્ટર કાર્યરત છે.પોરબંદરમા આવેલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમા વર્ષ ૨૦૨૧-૨૨ મા ૧૪૦ થી વધુ કેસ આવ્યા છે.પીડિતાને ન્યાય મળે તે માટે કાયદાકીય માર્ગદર્શન, પોલીસની કાર્યવાહી સહિત જરૂરી તમામ સહાયત કરવાની સાથે મહિલા કાઉન્સેલર દ્રારા પીડિતાની સમસ્યા સાંભળી તેમને જોઇતુ તમામ માર્ગદર્શન આપવામા આવે છે.
મહિલા સહાયતા કેન્દ્રના નોડલ અધિકારી કાશ્મીરાબેન સાવંતે જણાવ્યુ કે,મહિલાઓ પર થતિ તમામ હિંસાને રોકવા માટે આ સેન્ટર ચાલુ છે.કોઇપણ પીડિતા ૧૮૧ મા કોલ કરીને પોતાની સમસ્યા જણાવી શકે છે.ઘરેલુ હિંસા, સાયબર ક્રાઇમ,કામના સ્થળે જાતિય સતામણી,પરિવારજનો દ્રારા સતામણી,બાળકોનુ શોષણ સહિત મહિલાઓ સામે થતિ તમામ પ્રકારની હિંસા રોકવા અને પીડિતાને ન્યાય આપવા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કાર્યરત છે.વર્ષ ૨૦૨૧-૨૨ મા નોંધાયેલી ફરિયાદો પૈકી ૯૪ ફરિયાદ ઘરેલુ હિંસાની છે.કાઉન્સેલર દ્રારા પીડિતાના પરિવારજનોને પણ બોલાવવામા આવતા હોય છે.તથા જરૂર જણાયે પીડિતાને તમામ પ્રકારનુ માર્ગદર્શન આપવામા આવે છે.