પોરબંદર
ગુમ થયેલ અસ્થિર મગજનો યુવાન તથા કિશોરને પોરબંદર પોલીસે શોધી કાઢ્યા હતા.આ બન્ને કેસમાં પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
પોરબંદરના કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાત્રે 2 વાગ્યાના સમયે પોરબંદર રેલ્વે સ્ટેશન રોડ પર માનસીક અસ્વસ્થ યુવાન મળી આવેલ.યુવાન બોલી શકતો ન હોય જેથી તેને પોલીસ સ્ટેશને લાવી તેને ચેક કરતા તેના ખીસ્સા માંથી એક ચીઠ્ઠી નીકળેલ.
અને તેમાં કિશનગંજ બીહાર રાજયના ડો. અજમલના લેટરપેડ ઉપર દવા લખેલ કેસ હોય અને મોબાઇલ નંબર હોય જેથી ડોકટરનો કોન્ટેક કરી હકીકત જણાવી આ યુવાનનો ફોટો મોકલી તેમના પરીવારના સભ્યો સાથે કોન્ટેક કરાવતા જાણવા મળેલ છે કે, ગુમ થયેલ યુવાન બિહારના કિશનગંજનો લવ કીશુન ભોલા રષીદેવ હોય અને પોતે માનસીક રીતે અસ્થિર હોય જેથી ટ્રેનમાં બેસી અહીં પોરબંદર આવી ગયેલાનુ જણાવેલ.જેથી પોલીસ દ્વારા આ યુવાનને નવડાવી,નવા કપડા પહેરાવી, ભોજન કરાવી સારી રીતે પાંચ દિવસ સાર સંભાળ રાખવામાં આવેલ હતી.અને આ યુવાનના કાકા સીયારામ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આવતા યુવાન તેના કાકાને ઓળખી ગયો હતો.અને એકબીજાને ભેટી પડયા હતા.પોલીસે ડોક્યુમેન્ટ મેળવી યુવાનને તેના કાકા સાથે સોંપી આપ્યો હતો.
જ્યારે અન્ય કેસમાં કેશોદ તાલુકાના જુથળ ગામે રહેતો 17 વર્ષીય કિશોર છાત્રોડા ગામે હોસ્ટેલમાં અભ્યાસ કરતો હોય અને મમ્મી પપ્પા સાથે આગળના અભ્યાસ માટે ઝગડો કરી હોસ્ટેલથી કોઇને કહ્યા વગર કયાક ચાલીયો ગયેલ હોય આ ગુમ થયેલ કિશોર પોરબંદર આવ્યા અંગેની માહિતી મળતા કમલાબાગ પોલીસ સ્ટાફ બસ સ્ટેન્ડે આવતા અને તપાસ કરતા રાત્રી ના 2:30 વાગ્યે આ કિશોર મળી આવતા તેના સબંધીને સોંપી આપ્યો હતો.
સમગ્ર કામગીરી માં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર કે.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ. આર.પી.જાદવ, વી.એસ.આગઠ, બી.એલ.વિંઝુડા, પો.હેડ.કોન્સ બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ, ભીમશીભાઇ, કનકસિંહ, વિરેન્દ્રસીંહ, અક્ષયભાઇ ઝાલા વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.