પોરબંદર
પોરબંદર ના દસ યુવાનો હાલ યુક્રેનમાં ફસાયેલ છે.જેમાં રાણાવાવના યુવાને વિડીયો વાઈરલ કરી વહેલીતકે વતન લાવવા માંગ કરી છે.તો બીજી તરફ આદિત્યાણાનો યુવાન પણ છેલ્લા ચાર દિવસ થી પોલેન્ડ ની સરહદે વતન વાપસી ની રાહ જોઈ રહ્યો છે.
રશિયા એ યુક્રેન પર હુમલો કરતા પોરબંદર જિલ્લાના 10 વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે.રાણાવાવ ના હાર્તિક જોશી એ વિડીયો વાઈરલ કરી મદદ માંગતા જણાવ્યું છે.કે તે યુક્રેનના નિકોલાઈ શહેર મા મેડીકલ યુનિવર્સીટી માં અભ્યાસ કરે છે.હાલ પોતે જ્યાં અભ્યાસ કરતો હતો તે યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ છે.યુનિવર્સિટી ના એજન્ટો બસ મારફત બોર્ડર સુધી લાવવાની વાત કરે છે.પરંતુ હજુ સુધી બસ ની વ્યવસ્થા કરવામાં આવી નથી.હવે જમવાનું પણ થોડું જ બચ્યું છે.તો ગ્રોસરી સ્ટોર માં પણ ખાદ્યસામગ્રી નો સ્ટોક પૂરો થવા આવ્યો છે.
પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં હાર્તીકે જણાવ્યું હતું કે બે દિવસ ચાલે તેટલું જમવાનું અને એક દિવસ ચાલે તેટલું પાણી બચ્યું છે.તેની સાથે હોસ્ટેલ માં જુનાગઢ,અમરેલી,સુરેન્દ્રનગર સહિતના શહેરો ના 260 વિદ્યાર્થીઓ છે.યુદ્ધ શરુ થયું ત્યારે જ ભારતીય એમ્બેસી દ્વારા બસ ની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવાયું હતું.પરંતુ ચાર દિવસ થી કોઈ વ્યવસ્થા થઇ નથી.જેથી વહેલીતકે બસ ની વ્યવસ્થા કરી યુક્રેન ની બોર્ડર ક્રોસ કરાવવામાં આવે તેવી માંગ તેણે કરી હતી.
તો બીજી તરફ પોલેન્ડ સરહદ પાસે છેલ્લા ચાર દિવસ થી ફસાયેલા આદિત્યાણા ગામના પ્રયાગ લાડાણી એ જણાવ્યું છે કે ચાર દિવસ થી રસ્તા પર દિવસ પસાર કરે છે.જમવાની કોઈ વ્યવસ્થા નથી.એક હોટલ શોધી અને નાસ્તો કરી દિવસ વિતાવી રહ્યા છે.બોર્ડર પરથી ભારતીય વિદ્યાર્થીઓ ને પરત ધકેલવામાં આવે છે.કેટલીક વિદ્યાર્થીની ને બોર્ડર ક્રોસ કરવા દીધી હતી.અન્ય દેશ ના લોકો ને પણ જવા દે છે.ભારતીય એમ્બેસી એ પણ ત્રણ દિવસ પહેલા બસ ની વ્યવસ્થા કરવા કરવા જણાવ્યું હતું.પરંતુ હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ છે.આથી વહેલીતકે વ્યવસ્થા થાય તો પોતે વતન ફરી શકે.