પોરબંદર
પોરબંદરને પીવાનું પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમમાં આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે તેટલું પૂરતું પાણી છે.તેમ છતાં પીવાના પાણી વિતરણ માં સમસ્યા સર્જાય છે.
પોરબંદર,છાયા તથા રાણાવાવ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા રાજાશાહી ના સમય ના ખંભાળા અને ફોદાળા ડેમમાં આગામી નવમા મહિના સુધી ચાલે તેટલું પૂરતું પાણી છે.જેમાં ફોદાળા ડેમમાં ૧૨.૭૧ મીલીયન ક્યુબીક મીટર પાણી છે. જે તેની કેપેસીટી ના પ્રમાણ માં પ૩ ટકા ભરેલો છે.તો ખંભાળા ડેમમાં પણ 7.૪૦ મીલીયન ક્યુબીક મીટર પાણી છે.જે તેની કેપેસીટી ના પ્રમાણ માં ૪૮ ટકા ભરેલો છે.આથી પોરબંદર,છાયા તથા રાણાવાવ ને હજુ આગામી સપ્ટેમ્બર માસ સુધી ચાલે તેટલું પાણી છે.આમ છતાં પોરબંદર માં પાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં અનિયમિત રીતે પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદીઓ ઉઠે છે.તો બીજી તરફ હાલ માં નર્મદા ની પાઈપલાઈન પણ રાણાવાવ નજીક લીક થઇ હોવાથી તેનું સમારકામ પણ ચાલુ હોવાથી શહેર માં પીવાના પાણી વિતરણ માં મુશ્કેલી ઉભી થઇ છે.