પોરબંદર શહેરની નામાંકિત શાળા સેન્ટ જોસેફ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા ઇન્વેસ્ટીચર સમારંભ (શાળાકીય સમારોહ) નું આયોજન કરાયું હતું.
પોરબંદરમા છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત એવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સેન્ટ જોસેફ સ્કુલ દ્વારા ઇન્વેસ્ટીચર સેરેમની (શાળાકીય સમારોહ) આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શોભામા અભિવૃદ્ધિ માટે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પોરબંદરમા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ તેમજ ગવર્મેન્ટ સ્કુલ, રાણાવાવના આચાર્ય સંદીપ.એચ.સોની ખાસ ઉપસ્થિત રહેલ.
તેમના દ્વારા વિદ્યાર્થીઓને સંબોધતા તેમને શાળાકીય નિયમોના પાલન અંગે, ઉત્કૃષ્ઠ વિદ્યાર્થી જીવન વિશેની રસપ્રદ માહિતી આપેલ. આ કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થી જીવનમાં નેતૃત્વના ગુણો વિકસે તે હેતુથી મુખ્ય ચાર સમૂહોમાં તેમનુ વર્ગીકરણ કરવામાં આવેલ જેમના હેડબોય અને હેડ ગર્લ હેઠળ દરેક સમૂહએ લયબદ્ધ રીતે કૂચ કરેલ. વિદ્યાર્થી જીવનમા અનુશાસનની ભૂમિકા મુખ્ય હોવાથી શાળાના આચાર્ય ફાધર સંતોષ જોસેફના માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કરેલ અને બાકીના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનું સંચાલન કરીને કાર્યક્રમને સફળ બનાવેલ. આ કાર્યક્રમના અન્ય આકર્ષણો રૂપે ભરતનાટ્યમ, ડાન્સ અને સ્પીચ વગેરે આંતરિક કલાઓ પણ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. અંતમાં આચાર્યની આભારવિધી બાદ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ.