પોરબંદર
યુક્રેનથી પોરબંદરની વિદ્યાર્થીની પોરબંદર સુરક્ષિત રીતે પહોંચી છે.જેથી તેના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.યુવતી એ વતન પરત ફરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
પોરબંદરમાં ઝુરીબાગમાં રહેતી પૂજા કાનજીભાઈ ભુવા નામની વિદ્યાર્થીની યુક્રેનથી ફ્લાઇટ મારફત દિલ્હી પહોંચી હતી. અને ત્યાંથી પોતાના ઘરે સુરક્ષિત રીતે ઘરે પહોંચી હતી.પૂજાએ જણાવ્યું હતું કે, તેણી યુક્રેનના ટર્નોપીલમાં મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે.યુદ્ધ થવાની હિલચાલ શરુ થતા વિદ્યાર્થીઓ માં ભય હતો.પરંતુ યુનિવર્સિટીએ યુદ્ધ નહિ થાય તેવું જણાવ્યું હતું પરંતુ સવારે 5 વાગ્યે બોમ્બમારો શરૂ થતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા.ઇન્ડિયન એમ્બેસીએ કહ્યું હતું કે તમો તમારી રીતે કોઈ પણ પ્રકારે બોર્ડર સુધી પહોંચી જાવ. ફ્લાઇટ ત્યાં બંધ હતી અને ટ્રાન્સપોર્ટેશન પણ બંધ થયું હતું.
યુદ્ધ શરૂ થતા અમુક શિક્ષકો પણ દેશ છોડી જતા રહ્યા હતા.લોકો રાશન, પાણી અને બેન્ક માંથી રૂપિયા ઉપાડવા દોડાદોડ કરી હતી.બસની વ્યવસ્થા થતા રાત્રે 8 કલાકે બસમાં બેઠા બાદ મોડી રાતના 3:30 વાગ્યે ટ્રાફિક જામ થતા ચાલીને રસ્તો કાપ્યો કર્યો હતો.માઇનસ 8 થી 11ડિગ્રી વચ્ચે સમય પસાર કરવો અઘરો હતો.બોટલમા રહેલું પાણી પણ બરફ થયું હતું.પહેલી ચેકપોસ્ટ પર ભારે કતારો હતી.8 કલાક સુધી ચેકપોસ્ટ પસાર કરવા દોડાદોડ કરી હતી.આખી રાત રસ્તા પર પડયા રહ્યા હતા.લોકોના ટોળા હોવાથી તેઓએ બધાને ગન બતાવી ડરાવ્યાં હતા અને ધક્કા મારતા હતા.
બાદ ગેઇટ ખોલતા બીજી ચેકપોસ્ટ પર વિઝામાં સ્ટેમ્પ મારવા ગયા હતા જ્યાં 18 થી 20 કલાક લાઈનમાં ઉભવુ પડ્યું હતું. સ્ટેમ્પ મારી દેતા ઇન્ડિયન એમ્બેસી સુધી પહોંચ્યા બાદ ઇન્ડિયન એમ્બેસી દ્વારા સંપૂર્ણ સુવિધા મળી હતી. પોલેન્ડની હોટલમાં રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરી હતી. બાદ વારો આવતા ફ્લાઇટ બેસી દિલ્હી સુધી પહોંચ્યા હતા. અને ત્યાંથી ઘર સુધી પહોંચાડવાની સરકારે વ્યવસ્થા કરી હતી.પરત આવતા યુવતી ના પરિવારજનો એ રાહત નો શ્વાસ લીધો હતો જો કે યુદ્ધ પૂરું થાય એટલે ફરી યુક્રેનમાં ડોક્ટરી ભણવા જવાની ઇરછા પૂજાએ વ્યક્ત કરી છે.અને યુક્રેન માં તેને સતત રાઉન્ડ ધ કલોક ડોક્ટર પ્લસ એજ્યુકેશન ના અમિતભાઈ અને કૃનાલભાઈ એ મદદ કરી હતી અને ત્યાં કોઈ પણ તકલીફ પડવા દીધી ન હતી.
જુઓ આ વિડીયો