પોરબંદર
તાજેતર માં ૧૦૦ થી વધુ બહુમાળી ઈમારતો ને ફાયર સેફટી ના સાધનો વસાવી લેવાની નોટીસ પાઠવનાર પોરબંદર પાલિકા નું બિલ્ડીંગ પણ ફાયર સેફટી ના સાધનો વિહોણું હોવાનું સામે આવ્યું છે.જો કે ટૂંક સમય માં આ અંગે ટેન્ડરીંગ કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે.
પોરબંદર સહીત રાજ્યભર માં બહુમાળી બિલ્ડીંગોમા ફાયર સેફટીના સાધનો અને ફાયર અંગેના એનઓસી અંગે હાઈકોર્ટે લાખ આંખ કરી છે.અને ફાયર સુવિધા ન ધરાવતા બિલ્ડીંગો સીલ કરવા પણ સુચના આપી છે.જેના પગલે પોરબંદર પાલિકા દ્વારા સર્વે કરવામાં આવતા અનેક બહુમાળી બિલ્ડીંગોમા ફાયર અંગેનું એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું.જેથી પાલિકા દ્વારા અગાઉ ૧૦૦ બહુમાળી ઈમારતો ને ફાયર સેફટી ના સાધનો વસાવી લેવા સુચના આપી હતી.
ત્યાર બાદ રાજકોટ સ્થિત રિજનલ ફાયર ઓફિસર ની સૂચના મુજબ ગઈકાલે ગુરુવારે ફાયર સેફટી ની સુવિધા ન ધરાવતા બે બહુમાળી ઈમારતો ના પાર્કિંગ સીલ કરવામાં આવ્યા હતા.પરંતુ ખુદ પાલિકાની નવનિર્મિત ઈમારત ફાયર સેફટીના સાધનો વિહોણી છે.ગત તા. 2 ઓક્ટોબર 2021ના રેલવે સ્ટેશન નજીક લોકાર્પિત થયેલ આ બિલ્ડીંગમાં ફાયર સેફટી ના સાધનો ન હોવા અંગે ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે આ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો વસાવવા અગાઉ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.પરંતુ કોઈ એજન્સી ક્વોલીફાઈડ થઇ ન હતી.આથી ટેન્ડર માં થોડો ફેરફાર કરી વહેલીતકે ટેન્ડર પ્રક્રિયા કરી સમગ્ર ઈમારત ને ફાયર સેફટી ના સાધનો થી સુસજ્જ કરાશે.