પોરબંદર
પોરબંદર ના સુપ્રસિદ્ધ સુદામા મંદિર ખાતે દર વરસ ની જેમ આ વરસે પણ બેસતા વરસ ના દિવસે અન્નકૂટ ઉત્સવ નું આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કૃષ્ણસખા સુદામાની જન્મભૂમી પોરબંદર એ સુદામાપુરી તરીકે પણ સુવિખ્યાત છે. ભારતભરમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર ખાતે આવેલું છે. દર વર્ષ ની પરંપરા મુજબ આ વર્ષે પણ નૂતનવર્ષના તહેવાર નિમીતે બેસતા વરસે શ્રી સુદામાજી અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો જેમાં રોજ ધરવામાં આવતા વ્યંજન એવા રોટલી,શાક,દાળ,ભાત ,કઢી ,ખીચડી ,ભાજી,શીરો,દૂધપૌવા ઉપરાંત સુકા ફરસાણ તેમજ અનેક જાત ની મીઠાઈઓ અને ફળફળાદી નો ભોગ ભગવાન સુદામાજી ને અર્પણ કરવામાં આવ્યો હતો .મહાઆરતી બાદ આ અન્નકૂટ દર્શન ભક્તજનો માટે સાંજ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે મહંત પાર્થ મહેશ રામાવત દ્વારા સુદામાજી સહિતની પ્રતિમાઓને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.મહંતે એવું જણાવ્યું હતું કે આ અન્નકૂટ ના દર્શન માત્ર થી નીરોગી અને સ્વસ્થ જીવન ની પ્રાપ્તિ થાય છે તેમજ સુખ સમૃદ્ધિ તથા વૈભવ ની પ્રાપ્તિ થાય છે આ અન્નકૂટ દર્શનનો લાભ સ્થાનિકો ઉપરાંત દેશ-વિદેશથી આવતા પર્યટકો એ મોટી સંખ્યા માં લીધો હતો અને દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.
સુદામા મંદિર નું મહાત્મ્ય
ગૃહસ્થન જીવનમાં લાંબો હાથ કર્યા વગર નીતિમતાથી સંસારની નાવ પાર કરવાનું દિવ્ય મહાત્મ્ય આપનાર ભગવાનશ્રી કૃષ્ણના મિત્ર સુદામાજીનું પવિત્ર યાત્રાધામ પોરબંદરમાં છે. આજીવન અકિંચન અવસ્થા માં સાત્વિક જીવન જીવવા અને ઇશ્વરની મૈત્રીના અતૂટ નાતાથી સુદામાજીએ વિશ્વના નકશામાં સૌરાષ્ટ્ર નો મહિમા અંકિત કર્યો છે. પોરબંદર સુદામાજીનું તિર્થસ્થાૈન એજ તેમનું જન્માસ્થળ છે. પોષ સુદ આઠમ તેમની જન્મોજયંતિ છે. હાલનું આ મંદિર સને ૧૯૦૩ માં પોરબંદરના મહારાજા ભાવસિંહજીએ જમીન આપીને બંધાવ્યુ છે. પોરબંદરમાં સુદામા ચોકની સામે જ ભવ્યા સંકુલમાં આ તિર્થસ્થાન છે. લખચોર્યાસીના ફેરાની યાત્રા લોકો કરે છે. બાગ-બગીચા, ચબુતરો, ભજન કિર્તનના પવિત્ર વાતાવરણ અહીં જોવા મળે છે તે સુદામાજીના સતનો પ્રતાપ છે. રાજસ્થાની લોકોમાં લગ્નંપૂર્વેવરકન્યા ને સુદામાજીના દર્શને લઇ આવવાનો રિવાજ આજે પણ જળવાઇ રહ્યો છે. કુંવારા વર-કન્યા સુદામાજી પાસે માથું ટેકવી આશીર્વાદ મેળવે, પછી જ તેઓ લગ્નિના સપ્તપદિના ફેરા ફરે છે.સુદામા મંદિર એ ગુજરાતનું એક મહત્વ નું પ્રવાસન સ્થળ છે. આ મંદિર સુદામાને સમર્પિત છે જે ભગવાન કૃષ્ણનો બાળપણના મિત્ર હતા.પોરબંદરની મધ્યમાં સ્થિત, તે ભારતમાં એક અસાધારણ મંદિર છે જે ભગવાન કૃષ્ણના આ મહાન ભક્તને સમર્પિત છે. સફેદ આરસપહાણ સાથે બાંધેલું આ મંદિરમાં ઘણા કોતરવામાં આવેલા સ્તંભો છે જે મંદિરને શણગારે છે,જે દરેક બાજુથી ખુલ્લી છે. આ મંદિરમાં શિખર છે જે ભવ્ય સ્થાપત્ય અને કોતરણીથી શણગારેલું છે. આ કોતરણી સ્તંભો અને મેદાનો થી ઉપર દેખાય છે જે સ્તંભોને જોડે છે. આવા આર્કિટેક્ચર સાથે આ મંદિર સુદામાના મંદિરને સમર્પિત છે જે સરળ માળખામાં બનેલું છે. ઐતિહાસીક દ્રષ્ટીએ જોઈએ તો પોરબંદરનુ નામ બે શબ્દોની સંધી વડે બનેલું છે: “પોરઇ” સ્થાનિક માતાજીનુ નામ અને “બંદર” મતલબ કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થળને ‘પૌરવેલાકુલ’ તરીકે પણ ઓળખાવેલ છે…આ નામ ૧૦મી સદી સુધી વપરાશમાં હોવાનુ જાણવા મળે છે.. આ સુદામા મંદિર ના નિજ મંદિરમાં વચ્ચે સુદામાની મનમોહક મૂર્તી બિરાજમાન છે તો તેમની જમણી બાજુ તેમના ધર્મપત્ની શુશીલાજીની મૂર્તી રાખવામાં આવી છે જ્યારે ડાબી બાજુમાં રાધા-કૃષ્ણ બિરાજમાન થયેલ જોવા મળે છે…ભગવાન કૃષ્ણ અને સુદામાની પવિત્ર મીત્રતાના સંબધને આજે પણ લોકો નિસ્વાર્થ મીત્રતા કેવી હોય છે તેના પ્રતિક સમાન ગણે છે… ઈતિહાસ પર નજર કરીએ તો 13મી સદીમાં અહીંયા સુદામાજીનુ નાનું મંદિર હોવાનુ કહેવાઈ છે…ત્યારબાદ ૧૯૦૩ ની સાલમાં પોરબંદરના મહારાજા ભાવસિંહજીએ મંદિરનુ નવનિમાણ કરાવવામાં આવ્યું અને નાના મંદિરના સ્થાને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ…આ મંદિરના નવનિર્માણ વખતે સૌરાષ્ટ્રની નાટક કંપનીએ પણ મહત્વનુ યોગદાન આપ્યું હતુ. ઈ.સ. 1904માં મંદિર અને સત્સંગ હોલ સહિતનુ નિર્માણ થયુ હતુ… અહી આવતા યાત્રાળુઓ સુદામ મંદિરે આવીને મંદિરમા દર્શન કરાવ્યાના પુરાવા તરીકે પોતાના વસ્ત્રો પર છાપ મરાવાનુ ચુકતા નથી કારણ કે,એવુ કહેવાય છે કે,કોઈ પણ યાત્રા ત્યારે જ પૂર્ણ થઈ ગણાઈ જ્યારે સુદામાપુરીના દર્શન કરવામાં આવે આમ આ પણ એક આ મંદિરનો મહિમા ગણાય છે.