પોરબંદર
પોરબંદર ના રાજીવનગર વિસ્તાર માં રહેણાંક મકાન માં થયેલ ચોરી નો ભેદ ઉકેલી એલસીબી એ બે શખ્સો ને મુદામાલ સાથે ઝડપી લીધા છે.
પોરબંદરના એલસીબી પીએસઆઇ એન એમ ગઢવી સ્ટાફ સાથે આદીત્યાણા રોડ કોલીખડા ડેડાવાવ તરફ જતા રસ્તા પર વાહન ચેકીંગ કરતા હતા.તે દરમ્યાન આદીત્યાણા તરફ થી બાઇકમાં બે શખ્સ આવતા હતા તેને અટકાવી બાઈક ના કાગળો માંગતા બન્ને શખ્સો એ કાગળો ન હોવાનું જણાવ્યું હતું.આથી પોલીસે આ બાઈક અંગે પોકેટકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા આ બાઇક થોડા દિવસ પહેલા કમલાબાગ પોલીસ મથક વિસ્તાર માંથી ચોરાયું હોવા અંગે ગુન્હો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું.
આથી બન્ને શખ્શ છોટુ ઉર્ફે કરણ જેન્તી સોલંકી (ઉવ ૨૪ રહે. રાજકોટ ચુનારાવાસ પુલ પાસે,મફતિયા પરા) તથા અનીલ કલા સોલંકી રહે. રાજકોટ ચુનારાવાસ ,મફતિયાપરા)ની અંગ ઝડતી કરતા તેઓના પેન્ટના ખીસ્સામાંથી એક મોબાઇલ ફોન તથા એક રૂમાલમાં વીટેલ સોના જેવી ધાતુના દાગીના મળી આવતા બન્ને ની આ બાબતે આકરી પુછપરછ કરતા ગત તા.7 એપ્રિલના રોજ રાત્રીના સમયે રાજીવનગર વિસ્તારમાંથી એક બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી સોનાના દાગીના તથા મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.આથી પોલીસે બન્ને ની ધરપકડ કરી સોનાની કાનની બુટી નંગ, સોનાની સર, સોનાનું પેન્ડલ., મોબાઇલ ફોન, બાઇક સહિત કુલ રૂ. 50 હજારનો મુદ્દામાલ રીકવર કર્યો હતો.
છોટુ ઉર્ફે કરણ જેન્તી સોલંકી વિરુદ્ધ ઘરફોડ અને ચોરી અંગે 8 ગુન્હા નોંધાયેલા છે.જેમાં રાજકોટ એ ડિવીઝન પોલીસ મથકે અને ગોંડલ સીટી પોલીસ મથકે 1-1 ગુન્હા તથા ઉપલેટા પોલીસ મથકે બે ગુન્હા,અને પોરબંદર ના કીર્તિમંદિર પોલીસ મથકે 4 ગુન્હા નોંધાયેલ છે.જ્યારે અનિલ કલા સોલંકી સામે રાજકોટ શહેર થોરાળા પોલીસ મથકે અને રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ મથકે પ્રોહીબીશન અંગે ના ગુન્હા દાખલ થયેલ છે.