પોરબંદર
ભારત દેશ તેમાં રહેલ “વિવિધતા માં એકતા” માટે વિશ્વસ્તરે અનોખું સન્માન ધરાવે છે.રાષ્ટ્રપ્રેમ અને માતૃભૂમિ માટે પ્રત્યેક દેશવાસી અનેરો સ્નેહ રાખતો હોય છે અને તેમાં પણ જ્યારે રાષ્ટ્રીયપર્વ હોય તો યુવાઓ નો જુસ્સો સાતમા આસમાને હોય છે.ત્યારે પોરબંદર ના યુવાઓ દ્વારા ૧૧૦ કી.મી. સાઇકલ ચલાવી અનોખી રીતે રાષ્ટ્ર ભક્તિ પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ યુવાનો વહેલી સવારે પોરબંદર થી માધવપુર જતા રસ્તે આવતા મામા પાગલ આશ્રમ,ગોરસર ખાતે જઈ ત્યાં ના ૬૦ જેટલા માનસિક રીતે વિકલાંગો સાથે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ આશ્રમ ના વહીવટકર્તા વણઘા બાપા દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.અને ઉપસ્થિતિ બધા એ રાષ્ટ્રગાન ગાયેલ હતું.અને ધ્વજ ને સલામી આપેલ હતી.
આ ઇવેન્ટ માં સાઇકલ ચલવનાર યુવાઓ માં ધવલભાઈ રાયચુરા,આકાશ લાખાણી,જીતેશભાઇ વિઠલાણી,હિરેનભાઈ વડુકર,હિતેશભાઇ આશરા,ગુંજન કોટેચા અને કાનાભાઈ જોડાયા હતા તેમજ વિરલભાઈ શાહ દ્વારા આખા રસ્તા પર સાઇક્લિષ્ટ માટે પાઈલોટિંગ કરવામાં આવ્યું હતું.