પોરબંદર
પોરબંદર ના મોઢવાડા ગામે થી ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલ યુવતી ને પોલીસે સુરત ખાતે થી શોધી કાઢી છે.
પોરબંદર ના મોઢવાડા ગામે રહેતા મણીબેન જેઠાભાઈ કરીર નામની મહિલા એ ગત તા ૩/૬/૨૦૧૯ના રોજ બગવદર પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રી માલીબેન પોતાના બહેનના ઘરે અડવાણા જવાનુ કહીને ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થઇ હોવાનું જાહેર કર્યું હતું.જેથી પોલીસે જાણવા જોગ દાખલ કરી તેની શોધખોળ કરતા તે મળી ન હતી.જે અંગે બગવદર પીએસઆઈ એચ.સી.ગોહિલને બાતમી મળી હતી કે માલીબેન હાલ સુરત ખાતે મૂળ મોઢવાડા ના વતની અશોકવન ગણપતવન ગૌસ્વામી સાથે રહે છે.
જેથી બગવદર પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સ થી તપાસ હાથ ધરી બંનેને સુરત સરથાણા જકાતનાકા સીમાડા ગામેથી શોધી કાઢ્યા હતા.અને બંનેની પુછપરછ કરતા તેઓ મોઢવાડા ગામે બાજુબાજુ માં રહેતા હોવાથી પ્રેમસબંધ થઇ જતા તા.૩૦/૧૦/૨૦૧૮ના રોજ પ્રેમલગ્ન કર્યા હોવાનું તથા ત્યાર બાદ ઘરે થી કોઈ ને કહ્યા વગર સુરત આવી ને રહેતા હોવાનું જણાવ્યું હતું.માલીબેન તેના પતિ સાથે રહેવા માગતા હોવાથી બંનેના નિવેદનો તથા મેરેજ સર્ટીફિકેટ મેળવી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.