પોરબંદર
પોરબંદર ના માધવપુર અને બળેજ પંથક માં ગેરકાયદેસર ખાણો મારફત બેફામ ખનીજચોરી થતી હોવાની સામાજિક કાર્યકરે કલેકટર ને રજૂઆત કરી છે.
પોરબંદરના સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરા એ કલેકટર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે જીલ્લા માં માધવપુર,બળેજ સહીત ના વિસ્તારો માં ગેરકાયદેસર પથ્થર ની ખાણો બેફામપણે ચાલી રહી છે.સમયાન્તર દરમિયાન થોડી ઘણી કાર્યવાહી થાય છે.પરંતુ નક્કર પગલા લેવાતા નથી.ગેરકાયદેસર ખનન ની આ પ્રવૃત્તિ માં આ પંથક ના કેટલાક માથાભારે શખ્શો અને સરપંચો પણ સંડોવાયેલા છે.એટલું જ નહિ પરંતુ પોલીસ ને પણ એક ખાણ દીઠ રૂ. પચાસ હજાર નો હપ્તો આપવામાં આવે છે.
સમગ્ર પંથક માં ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજચોરી અંગે ના અહેવાલો પણ ઇલેક્ટ્રોનિક મીટિ અને પ્રિન્ટ મીડિયા માં આવે છે.તેમ છતાં પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આવી ગેરકાયદેસર ખાણો ના પરિણામે પર્યાવરણ અને સરકાર બંને ને નુકશાન છે.છતાં પણ શા માટે નક્કર પગલા લેવાતા નથી.તે પણ એક સવાલ છે.આવી ખાણો ની વિરુદ્ધ રજૂઆત કરનારના જીવ નું જોખમ પણ ઉભું થઇ જાય છે.છેલ્લા કેટલાય દાયકાઓ થી આ પ્રકાર ની પ્રવૃત્તિઓ થઇ રહી છે.ત્યારે આ મામલે આપ ડ્રોન કેમેરા સહીત ની આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરી આવી ગેરકાયદેસર પથ્થર ની ખાણો અંગે તપાસ કરી ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા અધિકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી ખનીજચોરો સામે કડક પગલા લેવા રજૂઆત માં જણાવ્યું છે.