પોરબંદર
પોરબંદર ના મંડેર અને વિસાવાડા ગામે જમીન પર ગેરકાયદે કબજો કરવા અંગે બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
માંગરોળ ના સરમાં ઘેડ ગામે રહેતા અને ખેતી કરતા જેન્તીભાઈ ગોવિંદભાઈ વાઢીયા (ઉવ ૪૩)એ માધવપુર પોલીસ મથક માં નોંધાવેલ પોલસે ફરિયાદ મુજબ કેશોદ ના કેવદ્રા ગામે રહેતા અરજણ દેવશી બાલસ નામના શખ્શે જેન્તીભાઈ ની મંડેર ગામની સીમમાં આવેલ ખેતીની જમીન સર્વે નં.૭૩૬ (જુના સવે નંબર-૯૦૩) ના ક્ષેત્રફળ ૧-૧૩-૫૩ હેકટર જેની આશરે જંત્રી મુજબ કીમત રૂા.૬,૮૧,૧૮૦ થાય છે.તેના પર ૭-૭-૨૦૦૮ થી ગેરકાયદે કબજો જમાવી જેન્તીભાઈ ની સંયુકત માલીકીની ખેતીની જમીન પચાવી પાડી હતી.
અન્ય એક બનાવમાં મૂળ વિસાવાડા ના ચામુંડા માતાજી ના મંદિર પાસે અને હાલ રાજકોટ કોસ્મો સિનેમા ની સામે રહેતા કરણ કેશવભાઈ શીંગરખિયા (ઉવ ૩૫)એ મિયાણી મરીન પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની માલિકી નો વિસાવાડા ગામે આવેલ રૂ ત્રણ લાખ ની કીમત નો ૧૬૦ વાર ના પ્લોટ પર તે જ ગામ માં રહેતા રણમલ ભીખાભાઈ સાદિયા નામના શખ્શે બે વર્ષ પહેલા ગેરકાયદે અનધિકૃત રીતે કબજો કરી તેમાં કાચું બાંધકામ કરી ઉપયોગ કરતો હતો.પોલીસે બન્ને બનાવ માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.