પોરબંદર
પોરબંદર ના બળેજ ગામે ખાણખનીજ વિભાગે દરોડો પાડી ચાર ગેરકાયદેસર ખાણો ઝડપી લીધી છે.અને સ્થળ પર થી અડધા કરોડ નો મુદામાલ કબજે કરી સર્વે ની કામગીરી હાથ ધરી છે.
પોરબંદર ના ઘેડ પંથક માં આવેલ બળેજ ગામે ગેરકાયદેસર ખાણો ધમધમી રહી હોવાની માહિતી ખાણખનીજ વિભાગ ના અધિકારી ઘનશ્યામભાઈ અરેઠીયા ને મળતા તેઓની ટીમ દ્વારા મધરાતે દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં ટોડારા વિસ્તાર માં ચાર સ્થળો એ સરકારી જમીન માં ગેરકાયદેસર ખાણો ચાલુ હોવાનું સામે આવ્યું હતું.આથી ખાણખનીજ વિભાગે સ્થળ પર થી ૧૩ ચકરડી,2 જનરેટર,1 ટ્રેક્ટર,2 ટ્રક મળી અડધા કરોડ નો મુદામાલ કબ્જે કર્યો હતો.અને આ ગેરકાયદેસર ખાણો અંગે લખમણભાઇ ભદુભાઈ,રાણાભાઇ,ઉસ્માનભાઈ હનીફભાઇ મકરાણી વગેરે ના નામો ખુલતા તેના વિરુધ કાર્યવાહી કરવા તથા કેટલું ગેરકાયદેસર ખનન થયું છે.તે અંગે સર્વે ની કામગીરી હાથ ધરી છે.