Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના બળેજ ગામે ગેરકાયદેસર ખાણ માં વીજચોરી કરનાર સામે પોલીસ ફરિયાદ

પોરબંદર

પોરબંદર ના બળેજ ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ માં ખાનગી ટીસી ઉભું કરી વીજચોરી કરનાર શખ્સ સામે જુનાગઢ ખાતે ફરિયાદ નોંધાઈ છે.જૂનાગઢ જીયુવિએનએલ પોલીસ મથક ના પીઆઇ આ મામલે તપાસ કરશે.

પોરબંદર પીજીવીસીએલ ટીમ ને બાતમી મળી હતી કે બળેજ ગામે ગેરકાયદેસર ખાણ ધમધમે છે.તેમાં 11 કેવી લાઈન માં લંગરીયું નાખી ખાનગી ટીસી ઉભું કરી વીજચોરી થઇ છે.જેથી ગઈ કાલે વહેલી સવારે પીજીવીસીએલ ની કુલ 5 ટીમ એસઆરપી જવાનો અને પોલીસને સાથે રાખી રવિવારે દરોડો પાડ્યો હતો.જેમા એક ગેરકાયદેસર ખાણ મળી આવી હતી.જેમાં 11 કેવી લાઇન માંથી ડાયરેકટ લંગરીયું નાખીને ખાનગી ટીસી ઉભું કરી તેમાં 6 ચકરડી વડે ખાણ ચાલતી હતી.જેથી આ ગેરકાયદેસર ખાણ ચલાવનાર કેશુ નાગા પરમારને પીજીવીસીએલ દ્વારા 80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.તથા તેની સામે પીજીવીસીએલ નાયબ ઈજનેર અશોકભાઈ ચોચાએ જુનાગઢ જીયુવિએનએલ પોલીસ મથક ખાતે ઇલેક્ટ્રીસીટી એક્ટ 2003 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.જે અંગે ત્યાંના પીઆઇ તપાસ હાથ ધરશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે