Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના બળેજ ગામે ગેરકાયદેસર ખાણ માંથી ડાયરેક્ટ વીજ કનેક્શન ઝડપાતા ૮૦ લાખ નો દંડ:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર

પોરબંદર ના બળેજ ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પર પીજીવીસીએલ દ્વારા દરોડો પાડતા ૧૧ કેવી લાઈન માં લંગરીયું નાખી ખાનગી ટીસી મારફત ખાણ ધમધમતી હોવાનું સામે આવ્યું હતું.આથી વીજચોરી કરનાર શખ્સને રૂ. 80 લાખનો દંડ ફટકાર્યો હતો.અને આ અંગે ખાણખનીજ વિભાગ ને જાણ કરતા ખાણખનીજ વિભાગે પણ સ્થળ પર થી છ ચકરડી ઝડપી કામગીરી બજાવ્યા નો સંતોષ માન્યો હતો.

પોરબંદર જિલ્લાના મિયાણી થી માધવપુર વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે.ગ્રામ પંચાયત ની ચૂંટણી બાદ મોટી માત્ર માં અનેક સ્થળે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે.જે મામલે ખાણ ખનીજ વિભાગ ઊંઘી રહ્યો છે ત્યારે ગઈ કાલે બળેજ ની ટોડર સીમ વિસ્તાર માં ગઈ કાલે એક વૃદ્ધા નો સંપૂર્ણ સળગેલી હાલત માં મૃતદેહ મળ્યા બાદ તેનું મોત ગેરકાયદેસર ટીસી માં શોક લાગવાના કારણે થયા ની સમગ્ર પંથક માં ચર્ચા ઉઠી હતી.

ત્યારબાદ આ વિસ્તાર માં ચાલી રહેલી ગેરકાયદેસર ખાણમા ખાણ ખનિજ વિભાગને ઊંઘતું રાખી પીજીવીસીએલની 5 ટીમે એસઆરપી જવાન અને પોલીસને સાથે રાખી રવિવારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો.જેમા એક બિલ્ડીંગ લાઇમ સ્ટોન ની ખાણ ધમધમતી મળી આવી હતી.જેમાં કેશુ નાગા પરમાર નામના શખ્શે પીજીવીસીએલ ની 11 કેવી લાઇન માંથી ડાયરેકટ લંગરીયું નાખીને ૬૩ કિલોવોટ નું ખાનગી ટીસી ઉભું કરી તેના મારફત ખાણ ધમધમતી કરી હતી.જેથી તેને પીજીવીસીએલ દ્વારા રૂ ૮૦ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.અને અહી ગેરકાયદેસર ખાણ ચાલતી હોવાથી ખાણખનીજ વિભાગ ને જાણ કરતા ખાણખનીજ વિભાગ ની ટીમે સ્થળ પર થી 6 ચકરડી કબજે કરી સ્થળ પર સર્વે કામગીરી શરુ કરી છે.જે સર્વે બાદ ખનીજચોરી નો આંકડો સામે આવશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે