Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના બળેજ ગામે ખાણ ના વિડીયો ઉતારી કલેકટરને જાણ કરતો હોવાની શંકાના આધારે યુવાન પર હુમલો કરી બાઈક પર પથ્થરમારો

પોરબંદર

પોરબંદર ના બળેજ ગામે રહેતો યુવાન ખાણો નું શુટિંગ કરી કલેકટર ને જાણ કરતો હોવાની શંકા ના આધારે બે શખ્સો એ હુમલો કરી બાઈક માં તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના બળેજ ગામે દુધી વાડી વિસ્તાર માં રહેતા અને ખાણો માં મજુરીકામ કરતા માલદેભાઈ અરભમભાઈ ગોસિયા (ઉવ ૪૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના ભાઈ નો પુત્ર નીલેશ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે.તે તથા તેની સાથે અમદાવાદ રહેતો મિત્ર દિલીપ બન્ને તેના ઘરે આવ્યા હતા.અને દિલીપે મોબાઈલ માં તેના ઘર ની બાજુ માં ચાલતી પથ્થર ની ખાણ નો વિડીયો ઉતાર્યો હતો.જેથી તે ખાણ માં કામ કરતા લોકો આવ્યા હતા અને દિલીપ ના મોબાઈલ માંથી વિડીયો ડીલીટ કરી જતા રહ્યા હતા.

ત્યાર બાદ ગઈ કાલે સાંજે માલદેભાઈ પોતાનું બાઈક લઇ ને ઘરે જઈ રહ્યા હતા.ત્યારે ભુવા કેડા નેસ પાસે ગામ માં જ રહેતા લીલાભાઈ પોપટભાઈ પરમાર તથા પ્રતાપભાઈ પરમાર નામના શખ્સો બાઈક માં ત્યાં આવ્યા હતા.અને પોતાની ખાણના વિડીયો શા માટે ઉતારી ને કલેકટર ને જાણ કરે છે તેવું પૂછતા પોતે આવો કોઈ વિડીયો ઉતાર્યો ન હોવાનું તથા કલેકટર ને જાણ ન કરી હોવાનું કહ્યું હતું.આથી લીલાભાઈ ઉશ્કેરાઈ અને તેને આડેધડ થપ્પડો મારવા લાગ્યા હતા.અને આવા ધંધા બંધ નહી કરે તો પતાવી દેવાની ધમકી આપી હતી.તથા તેના બાઈક પર આડેધડ પથ્થરમારો કર્યો હતો. પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે