પોરબંદર
અત્યારના જમાનામાં યુવાધન વ્યસનમાં જીવન બરબાદ થઈ રહેલ છે.ત્યારે બગવદર ગામે રાધાકૃષ્ણના મંદિર સામે રહેતા સુબીબેન મુળુભાઇ ઓડેદરા નામના વૃદ્ધા અત્યારે 85 વર્ષ ની ઉમરે દાંતોથી શેરડી ના સાંઠા છોલી ને ખાઈ છે. ઉપરાંત આ માજી ને દરરોજ સવારે તેમની બાજુની દુકાને આવતું ન્યૂઝ પેપર તેમના ઘરે લઈ આવી તમામ સમાચારો રસપૂર્વક વાંચે છે.આ માજી સુબીબેન ને ચાર પુત્ર છે.અને અત્યારે ચોથી પેઢીના સંતાનોને રમાડે છે.અને સ્વસ્થ જીવન જીવે છે.તેઓ તેમજ તેમના મોટા પુત્ર અરભમભાઇ ના જણાવ્યા મુજબ આ માજી સવારે વહેલા ઉઠી જાય છે.અને બાજુમાં આવેલ લીમડાના ઝાડ માથી તાજુ દાતણ ની ડાળખી તોડી દાતણ કરે છે.ત્યારબાદ સ્નાન કરી બાજુમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરે દર્શન કરી દુકાને થી ન્યૂઝ પેપર લઈ પુરુ વાંચે છે.ત્યારબાદ તેમના પુત્ર વાડી થી આવે ત્યારે તાજુ દૂધ છાશ દહીં અને શાકભાજી આપી જાય છે.જેથી આ માજી પોતાના હાથે બાજરાનો રોટલો ઘડી સવારનું શિરામણ કરે છે.
જેમાં બાજરાનો રોટલો ગોળ ઘી દૂધ અને છાશ લે છે.બપોરે અને સાંજે પણ સાદુ ભોજન બનાવી ત્રણ ટાઈમ જમી લ્યે છે.તેમના પુત્રો વાડી વિસ્તારમાં રહે છે.અને માજી એકલા બગવદર ગામ માં રાધાકૃષ્ણ મંદિર પાસે રહે છે.તેઓ બે-ત્રણ દિવસે તેમના પુત્રોની વાડીએ જાય ત્યારે તેમની ચોથી પેઢી ને હેત થી રમાડે. પુત્રવધુઓ ને ઘરકામમાં મદદ કરવા લાગે છે. ઉપરાંત તેમના પુત્રોને પણ ખેતીકામમાં મદદ કરે છે.તો ૮૫ વર્ષે પણ આ માજી અડીખમ છે.તેઓના દાંત મજબૂત છે આંખોથી ચશ્મા વગર છાપુ વાંચે છે.ત્યારે ચાલવામાં પણ એક પુત્ર ની વાડી ત્રણ કિલોમીટર દૂર છે.તો પણ ચાલીને જાય છે.જેથી પગ પણ સલામત છે.તેમના પુત્રો પાસે ફોરવીલ અને ટુ વ્હીલ છે.છતાં પણ તેઓ ચાલીને વાડી વિસ્તારમાં આવક જાવક કરે છે.આ માજી ના જણાવ્યા મુજબ 75 વર્ષ પહેલા બગવદર માં ડોક્ટર મુલાણી સરકારી સેવા આપતા હતા.ત્યારે સુબીબેન ની ઉમર દસ વરસની હતી.અને ડોક્ટર મુલાણી તેમજ તેમના પત્ની સુબીબેન ને અક્ષરજ્ઞાન આપતા જેથી સુબીબેન ગુજરાતી અને હિન્દી આ ઉંમરે પણ વાંચી લખી શકે છે.તેઓના જણાવ્યા મુજબ અત્યારની પેઢી ફાકી ગુટકા દારૂ જેવાં વ્યસનો ના શિકાર બની રહ્યા છે.ત્યારે તેઓએ આ વ્યસન તજી નીરોગી જીવન જીવવા અનુરોધ કરે છે.અત્યારના યુવાનો વ્યસન થી મુક્ત બને તેઓ સંદેશ આ માજી સુબી બેન જણાવે છે.
વધુમાં આ માજી સત્સંગી હોવાથી અને તેમનું ઘર રાધાકૃષ્ણ મંદિર ની બાજુમાં હોવાથી સવાર-સાંજ આરતી ના દર્શન કરવા ઉપરાંત પાંચ વાગ્યે સૌ મહિલાઓ સાથે મળી મંદિરના ચોકમાં સત્સંગ કરતા હોવાથી આ માજી અહીં ગામમાં તેમના ઘરે એકલા રહે છે.અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમના પુત્રો પાસે વાડીએ જાય છે.અને તેમના પુત્રો તેમજ સૌ પરિવાર પણ આ માજી ની ખબર કાઢવા અવારનવાર આવે છે.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત,બગવદર