પોરબંદર
પોરબંદરના બંદર વિસ્તાર માં રાખવામાં આવેલ 8 ફિશિંગ બોટો માંથી તસ્કરોએ સવા લાખ રૂ ની કિમતના ૧૨૩૦ લીટર ડીઝલ ની ચોરી કરતા બોટ માલિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના પેરેડાઈઝ સિનેમા નજીક ઠકરાર હોસ્પીટલ સામે રહેતા બોટમાલિક અશ્વિનભાઈ નાથાલાલ મુકાદમ(ઉવ ૩૭)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેની કુલ ૩ ફીશીંગ બોટો ઓફ સીઝનના કારણે લકડી બંદર વિસ્તારમાં એગ્રો પંપની સામે ખાડીમાં લાંગરેલી હતી.જેમાં તા ૧૭ ના રોજ રાત્રી ના ૧૧ વાગ્યા પછી તસ્કરો એ ૨૦૦ લીટર ડીઝલ ની ચોરી કરી હતી.તેની બોટોની બાજુમાં રાકેશભાઈ રામજીભાઈ કોટીયાએ મરીનકિંગ સાગર નામની બોટ નાંગરેલ હતી.તેઓની બોટમાંથી પણ આશરે ૧૦૦ લીટર જેટલું ડીઝલ ચોરી થયું હતું.જે અંગે તેઓએ બોટ એશોસીએશનના સભ્ય અનિલભાઈ પ્રેમજીભાઈ લોઢારીને વાત કરતા તેઓએ પોતાની તથા તેની પાસેની બોટો લકડી બંદર સીદીક પીરની દર્ગા પાસે નાંગરેલ ત્યાંથી પણ 5 બોટો માંથી ૯૦૦ લીટર ડીઝલ ની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
આમ કુલ ૮ બોટોમાંથી રૂ ૧.૨૩ લાખ ની કિમતના ૧૨૩૦ લીટર ડીઝલ ની તસ્કરો એ ચોરી કરી છે.હાર્બર મરીન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે સુભાષનગરના ફીશરીઝ ટર્મીનલ સહિત લકડી બંદર વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ન હોવાથી તથા રાત્રી ના સમયે લાઈટ ની સુવિધા ન હોવાથી અવારનવાર નાની મોટી ચોરી ના બનાવ બનતા હોય છે.થોડાક જ દિવસો પહેલા બોટના એન્જીનમાંથી મશીનની ચોરી થઇ હતી.ત્યારે બોટો હવે કિનારે પણ સુરક્ષિત ન હોવાથી યોગ્ય કરવા માછીમારો માંગ કરી રહ્યા છે.