પોરબંદર
પોરબંદરવાસીઓ પ્રવાસના શોખીન છે. ભારતના જોવાલાયક રમણીય સ્થળો ઉપરાંત વિદેશોમાં પણ ફરવા જનારો વર્ગ પોરબંદર માં બહોળા પ્રમાણમાં છે. ખાસ કરીને દિવ અને મુંબઈ જેવા સ્થળોએ બે-ચાર દિવસની રજાઓ માણવા માટે પોરબંદર ના પ્રવાસ શોખીનો લાબું વિચારતા નથી. દરિયાઈ મુસાફરી અને ખાસ કરી ને લકઝરીયસ ક્રુઝ ની મોજ માણવા માટે પ્રવાસ શોખીનોને બીજા રાજ્યોમાં અથવા વિદેશ જવું પડતું હતું. પણ હવે દિવથી મુંબઈ વચ્ચે લક્ઝ્યુરિયસ ક્રુઝ સેવા શરૂ થતાં દિવ-મુંબઈની આરામદાયક દરિયાઈ મુસાફરી સેવા ઉપલબદ્ધ બની છે.
મુંબઈથી દિવ વચ્ચેની ક્રુઝ સેવાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ પ્રવાસનને ઉત્તેજન આપવા માટે ક્રૂઝનો આરંભ કરવામાં આવ્યો છે. એક ફાઈવ સ્ટાર હોટલમાં હોય તેવી તમામ સુવિધા સાથે પ્રવાસીઓને મુંબઈથી દિવ વચ્ચે દરિયાઈ સફર ઉપરાંત દિવ એક દિવસ રોકાઈને દિવનો આનંદ માણી શકે તેવી રીતે ક્રૂઝની ટ્રીપ ગોઠવવામાં આવી છે. મુંબઈ પોર્ટથી દિવ વચ્ચે ક્રૂઝનો આરંભ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કરાવ્યો હતો. મુંબઈથી રાત્રે સાડા આઠ કલાકે ૩૮૫ પ્રવાસીઓ સાથે નીકળેલી જલેશ ની કર્ણિકા ક્રુઝ શીપ આજે તા.14મીએ સવારે 9-30 કલાકે દીવ પહોંચી હતી. દીવ પોર્ટ ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્રૂઝની મજા માણવા માટે ગુજરાતના લોકોને હવે બહાર જાવું નહીં પડે. ડીસેમ્બર મહિનામાં મુંબઇ-દીવ વચ્ચે ત્રણ ટ્રીપ કરશે. ક્રૂઝમાં એક ફાઇવ સ્ટાર હોટલમાં હોય તેવી તમામ સુવિધા સાથે પ્રવાસીઓને મુંબઇથી દીવ વચ્ચે દરિયાઇ સફર ઉપરાંત દીવ એક દિવસ રોકાઇને પ્રવાસ દીવનો આનંદ માણી શકે તેવી રીતે ક્રૂઝની ટ્રીપ ગોઠવવામાં આવી છે. ક્રૂઝની સુવિધા વિશે વધુ વાત કરીએ તો એક ફાઈવ સ્ટાર હોટલમાં જે સુવિધા હોય છે તે તમામ પ્રકારની સુવિધા ક્રુઝમાં છે . સ્વીમીંગ પુલ, જીમ, ઓડિટોરીયમ, લાયબ્રેરી, વાયફાય, સ્પા સહિતની સુવિધા ક્રૂઝમાં રાખવામાં આવી છે. ઉપરાંત જમવા માટે વિશ્ર્વની તમામ પ્રકારની વાનગી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. ક્રૂઝમાં 2500 વ્યકિતને લઈ જવાની ક્ષમતા છે, આ પૈકી 1800 પેસેન્જર અને બાકીનો 700 વ્યકિતનો સ્ટાફ હોય છે.ભાવ ની વાત કરીએ તો આ ક્રુઝ ના અલગ અલગ ૧૪૦૦૦ રૂપિયા થી ૪૨ ,૦૦૦ રૂપિયા સુધી ના ઉપરાંત એથી પણ વધુ અલગ અલગ પેકેજ છે અને ફ્લાઈટ ની જેમ તેના અલગ અલગ દિવસે અલગ અલગ ચાર્જ રહેશે .
દરિયાઈ કિનારે, દરિયાઈ માર્ગે રોજગારીની વ્યાપક તક છે. ક્રુઝ શરુ થવાથી પ્રાદેશિક કનેકટીવીટી પણ વધશે અને પ્રાદેશિક ક્ષેત્રોનો અને પ્રવાસન સ્થળો નો વિકાસ પણ થશે. ઉલ્લેખનીય છે કે જલેશ ક્રુઝ ની ‘કર્ણિકા’ એ પ્રીમિયમ લક્ઝરી ક્રુઝ શિપ છે, જેમાં એક્સક્લૂઝિવ ઇન્ટિરિયર ડેકોરેશન અને ખાસ ભારતીય ભોજન પીરસતું રેસ્ટોરન્ટ છે. માત્ર ભારતીય મુસાફરોની બહોળી સંખ્યા સહિત દરિયાઈ સફર ના ના શોખીનો અને વિદેશી પ્રવાસીઓને પણ આ ક્રુઝ આકર્ષિત કરશે. આમ હવે પોરબંદર ના પ્રવાસ શોખીનોએ ક્રુઝની મજા માણવા દિવ સુધીની આશરે ૨૧૦ કિલોમીટરની સડક મુસાફરી કર્યા બાદ તેઓ ક્રુઝ દ્વારા મુંબઈ જઈ શકશે. આ સિઝન દરમ્યાન કુલ 17 ટ્રીપ મુંબઈ-દિવ વચ્ચે થશે. આગામી દિવસોમાં પોરબંદર, મુંદ્રામાં પણ ક્રૂઝ શરૂ કરવાની વિચારણા સરકાર કરી રહીં છે.