Thursday, December 12, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ત્રણ પોલીસ અધિકારીઓને ડીજીપી ના હસ્તે એવોર્ડ એનાયત:પોરબંદર પોલીસબેડા નું ગૌરવ વધ્યું

પોરબંદર

પોરબંદર જીલ્લા ના ત્રણ પોલીસ અધિકારીઓ ને રાજ્યના ડીજીપી ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવતા પોરબંદર પોલીસ નું ગૌરવ વધારનાર આ પોલીસકર્મીઓ ને ચારે તરફ થી અભિનંદન વર્ષા થઇ રહી છે.

તારીખ 8 એપ્રિલ ના રોજ પોલીસ એકેડેમી કરાઈ ગાંધીનગર ખાતે ડી.જી.પી. આશિષ ભાટિયા ના હસ્તે રાજ્યના વિવિધ પોલીસ અધિકારીઓ ને એવોર્ડ અલંકાર કરવામાં આવેલ.જેમાં પોરબંદર જિલ્લા એસ.ઓ.જી ના પી.એસ.આઇ અને છેલ્લા 16 મહિનાથી બગવદર ઇન્ચાર્જ પી.એસ.આઇ.હરદેવસિંહ ગોહિલ,રાજેન્દ્ર ભગવાનજીભાઈ જોષી- બિન હથિયાર ધારી એ.એસ.આઇ એલ.સી.બી પોરબંદર તથા મહેબૂબખાન હબીબખાન બેલીમ બિન હથિયારી હેડ કોસ્ટેબલ એસ.ઓ.જી શાખા પોરબંદર ને તેમની શ્રેષ્ઠ કામગીરી સબબ ડી.જી.પી. આશિષ ભાટિયા ના વરદ હસ્તે Commendation Disk તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ.

D.G.P નાCommendation Disc 2020 એવોર્ડ માટે સારી અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓની જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત D.G.P. કચેરી ગાંધીનગર નાઓ ને મોકલવામાં આવેલ જે દરખાસ્ત અંગે ગૃહ વિભાગની કમિટી દ્વારા કામગીરીનું અવલોકન કરવામાં આવેલ અને ગુજરાતના ટોટલ 110 અધિકારી-કર્મચારીઓ ને આ શ્રેષ્ઠ કામગીરી માટે આ એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવેલ હતા.

જેમાં જુનાગઢ રેજ માંથી કુલ 6 અધિકારીઓ જેમાં જુનાગઢ રેંજ આઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર,જયરાજ મંગળુ ભાઈ વાળા એસઓજી પીએસઆઇ જુનાગઢ,હરદેવસિંહ ચંદ્રસિંહ ગોહિલ પોરબંદર એસ.ઓ.જી તેમજ ઇન્ચાર્જ પી.એસ.આઇ બગવદર,કરણસિંહ જોરસંગભાઈ ચૌહાણ પી.એસ.આઇ એલ.સી.બી શાખા ગીર સોમનાથ,રાજેન્દ્ર ભગવાનજીભાઈ જોષી- બિન હથિયાર ધારી એ.એસ.આઇ એલ.સી.બી પોરબંદર તથા મહેબૂબખાન હબીબખાન બેલીમ બિન હથિયારી હેડ કોસ્ટેબલ એસ.ઓ.જી શાખા પોરબંદર ને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવેલ.

જેથી એસ.ઓ.જી પોરબંદર શાખાના પી.એસ.આઇ હરદેવસિંહ ચંદ્રસિંહ ગોહિલને શ્રેષ્ઠ કામગીરી નો એવોર્ડ મળતા પોરબંદર જિલ્લા અધિક્ષક ડો.રવી મોહન સૈનિ તેમજ સીટી ડીવાયએસપી અને રૂરલ ડીવાયએસપી અને અન્ય સ્ટાફ દ્વારા તેમજ પોરબંદર શહેરીજનો તેમજ બગવદર પોલીસ સ્ટેશન નીચે આવતા ગ્રામજનોએ પીએસઆઇ હરદેવસિંહ ગોહિલ ને ખુબ ખુબ શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.ઉપરાંત પોરબંદર જિલ્લા પોલીસના એ.એસ.આઇ રાજેન્દ્રભાઈ જોષી એલસીબી શાખા કે જેઓએ અગાઉ ટેકનીકલ સોર્સ ના માધ્યમ થી અનેક મહત્વ ના ગુન્હાઓ નો ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેઓને તેમજ મહેબૂબખાન બેલીમ એસઓજી શાખા પોરબંદર ને પણ શુભેચ્છાઓ નો ધોધ વહી રહ્યો છે.
ધીરુભાઈ નિમાવત બગવદર

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે