પોરબંદર
પોરબંદરના જાવર અને સુભાષનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવા અંગે સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાય ફીશ એસોસીએશ દ્વારા બંદર અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે.
સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાય ફીશ મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ સુનીલભાઈ ગોહેલે પોરબંદર જી.એમ.બી.ના અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,જીએમબી હસ્તક આવેલ જાવર વિસ્તારમાં જાહેર લાઈટ કે રોડની સુવિધા ન હોવા અંગે છેલ્લા ઘણા વર્ષોથી લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી છે.છતા હજુ સુધી પરિણામ મળેલ નથી.આ વિસ્તારમાં સુકી મચ્છીના દંગાઓ આવેલા છે.તેથી જાહેર લાઈટો તથા રોડની ખુબ જ જરૂરીયાત છે.
લાઈટો ન હોવાથી અકસ્માતો પણ થાય છે.ઉપરાંત ચોરીઓ પણ થાય છે તેમજ દરીયાકિનારો છે.અહી લાઈટો ન હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમ રહે છે.આ બાબતે સરકારમાંથી પણ જીએમબી ને સુવિધા આપવા અંગે જણાવેલ છે.તથા પૂર્વમુખ્યમંત્રી દ્વારા અગાઉ લેટરથી પણ જાણ કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી. માચ્છીમારોનો આ વિસ્તારના વર્ષોથી પાયાની સુવિધા વિહોણો છે.તેથી સરકારને હૂંડીયામણ કમાવી આપતા માચ્છીમાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પ્રાથમિક સુવિધાઓ આપવી જરૂરી બની ગઈ છે.