પોરબંદર ના છાંયા રતનપર રોડ પર મહાકાળી સોસાયટી માં ભોંય સમાજના શ્રમિકો દ્વારા ૩૦ ફુટની ઉંચાઇ અને ૧૧૧ ફૂટ પહોળાઈની જલધારા ધરાવતું પથ્થરનું શિવલિંગ બનાવવા આવ્યું છે.જેની મહાશિવરાત્રીએ ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પોરબંદરના છાયા રતનપર રોડ પર આવેલ મહાકાળી સોસાયટી માં ભોંય સમાજ ના શ્રમિકો દ્વારા 30 ફૂટ ઊંચી શિવલિંગ બનાવવામાં આવી છે.જેમાં 111 ફૂટની જલધારા બનાવવામાં આવી છે.આ શિવલિંગ ની શિવરાત્રી ના દિવસે ભાવપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.જેમાં.સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી શિવ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું.જેમાં 108 દંપતીએ એક સાથે પૂજા કરી હતી.ત્યારબાદ સાંજે 5 થી 7 દરમ્યાન રમતગમત સહીત વિવિધ પ્રવૃતિઓ માં ભોંય સમાજ ના લોકોએ સ્થાન મેળવ્યું છે.તેનું શ્રી ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સાંજે ૭ થી ૯.૩૦ વાગે શ્રીવલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા શિવભજન,શિવધૂન અને શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ માં મોટી સંખ્યા માં વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિવલિંગ પર મહાશિવરાત્રી નિમિતે સવારે સો લીટર દૂધ નો અભિષેક કરવામાં આવ્યો હતો.આ દૂધમાંથી શિવજીને પ્રિય એવી ભાંગની પ્રસાદી બનાવવામાં આવી હતી અને જે લોકો દર્શન કરવા આવ્યા હતા.તે લોકોને પ્રસાદીરૂપે અભિષેક થયેલું દૂધની ભાંગની પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું.ત્યારબાદ મહાશિવરાત્રી હોવાથી ખીર ને બદલે દૂધ ની પ્રસાદી આપવામાં આવી હતી.અને જલ નો અભિષેક થયો હતો.તે બગીચામાં વૃક્ષો ને પીવડાવવામાં આવ્યું હતું.
આ શિવલિંગની ઉંચાઇ આશરે ૩૦ ફૂટ અને તેમનું જલધારા 111 ફૂટ નું છે.આ શિવલિંગ કાંજીપુરમ,તામિલનાડુ ના બ્લેક પથ્થર ની નાની નાની ૫૦ થી ૬૦ લાખ કટકીઓથી મઢવામાં આવ્યું છે.શિવલિંગ પર ચંદનનું તિલક છે.તેમાં રાજસ્થાનના જેસલમેર ના પથ્થર નો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ શિવલિંગની પ્લાસ્ટર અને હેરી સ્ટ્રક્ચર ડિઝાઇન સિવિલ એન્જિનિયર સુનીલભાઈ હિંગરાજીયા દ્વારા કરવામાં આવેલ છે.
ભારતમાં કદાચ આટલી ઉંચાઈ ધરાવતું શિવલિંગ પ્રથમ એવું છે.કે જેને દુધાભિષેકઅને જલાભિષેક કરી શકાશે.તેના માટે આ શિવલિંગમાં નીચેના ભાગે એક રૂમ બનાવવામાં આવ્યો છે.જ્યાંથી શિવભક્ત શિવલિંગની અંદર જઈને દુધાભિષેક કર્યું હતું તે દૂધ પાઇપલાઇન મારફતે ઉપર પહોંચ્યું હતું અને ત્યાંથી બાજુની ચેમ્બરમાં એ દૂધ એકત્ર થયું હતું જેની પ્રસાદી ભક્તો ને આપવામાં આવી હતી.
શિવલીંગને કરવામાં આવેલ જલાભિષેકના જળ નો પણ પૂરેપૂરો સદુપયોગ થાય તે માટે શિવલિંગની આજુ-બાજુ ફૂલછોડ વાવીને બગીચાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે .અને તેમાં શિવલિંગના જલાભિષેકનું પાણી આપોઆપ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ શિવલિંગની નજીકમાં ગંગેશ્વર મહાદેવ મંદિરનું પણ નિર્માણ થઇ રહ્યું છે.ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવજી ઉપર ગંગાજીનો અભિષેક થતો હોય તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.તે ઉપરાંત હનુમાનજીની ધ્યાનમગ્ન હોય તેવી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે.જો કે મંદિરના નિર્માણ કાર્યમાં વધુ સમય લાગી જશે.પરંતુ શિવલિંગની ભાવ પ્રતિષ્ઠા મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવી હતી.
જુઓ આ વિડીયો