પોરબંદર
પોરબંદર ના કુછડી ગામે તંત્રએ દરોડો પાડી ખરાબાની જમીન પર થતું ગેરકાયદે ખનન ઝડપી લીધું છે.અને સ્થળ પર થી રૂ.60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ખાણ ખનીજ તંત્રને આગળની કાર્યવાહી માટે જાણ કરી છે.
પોરબંદર જિલ્લાના મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી માં અનેક ઠેકાણે ગેરકાયદે પથ્થરની ખાણો ધમધમી રહી છે.તંત્ર દ્વારા પણ સમયાંતરે દરોડા પાડી આવી ખાણો ઝડપી લેવામાં આવે છે.ત્યારે કુછડી ગામે ગેરકાયદે ખનન થતું હોવાની માહિતી ના આધારે ગ્રામ્ય મામલતદાર,સર્કલ ઓફિસર તેમજ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમા એક ખરાબાની જમીન પર ગેરકાયદે થતું ખનન ઝડપી લીધું હતું.અને સ્થળ પર થી 13 ચકરડી મશીન,3 ટ્રેકટર, 2 ટ્રક સહિત રૂ. 60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.તથા સ્થળ પર થી કેટલી ખનીજચોરી થઇ છે.તે અંગે માપણી સહિતની આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે.