પોરબંદર
પોરબંદર નાં ભડ ગામે એક શખ્શે મહિલા નું ખેતર બે વર્ષ થી પડાવી તેમાં વાવેતર કર્યું હતું.જે અંગે મહિલા એ લેન્ડ ગ્રેબિંગ કમિટી માં ફરિયાદ કરતા કમિટી એ તેને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવા સુચના આપતા મહિલા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર નાં કુતિયાણા ગામે તાલુકા શાળા ની પાછળ રહેતા જસુબેન લખમણભાઈ સગારકા એ નવી બંદર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ઘેડ પંથક નાં ભડ ગામે સર્વે નં ૨૧૫૫ માં તેની ૮ વીઘા જમીન આવેલી છે.જે જમીન તેઓએ દસ વર્ષ થી ભાગ્યા તરીકે વાવવા આપી હતી.જે જમીન પર સપ્ટેમ્બર -૨૦૨૦ માં ભડ ગામે રહેતા કાના હસુભાઈ ડોડીયા એ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો.અને તેમાં બે વર્ષ સુધી ચણા નું વાવેતર કર્યું હતું.આથી જસુબેને પોતાની જમીન પર કાના નાં ગેરકાયદેસર કબ્જા અંગે લેન્ડ ગ્રેબિંગ કમિટી માં ફરિયાદ કરી હતી.ત્યાર બાદ કમિટી દ્વારા સમગ્ર તપાસ નાં અંતે જસુબેન ને પોલીસ ફરિયાદ કરવા સુચના આપતા જસુબેને પોતાની ૧૬ લાખ ની કીમત ની જમીન પચાવી પાડવા અંગે કાના સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.