પોરબંદર
પોરબંદર નાં છાયા વિસ્તાર માં વોર્ડ નં ૧૩ માં એલ.ઈ.ડી તેમજ ટાવરની લાઈટો સંપૂર્ણપણે બંધ હાલતમાં હોવાથી તેમજ કેટલાક વિસ્તાર માં લાઈટો ન હોવાથી આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદર છાંયા નગરપાલિકા વોર્ડનં ૧૩ માં રહેતા મયુર કલ્યાણજીભાઇ જોશી તથા ગુલાબગર મેઘનાથી દ્વારા પાલિકા ને કરાયેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે મારૂતિનગર ચાર રસ્તાથી ચાંડેશ્વર મહાદેવ મંદિર સુધી ની લાઈટો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે.તેને વહેલીતકે ચાલુ કરવા તથા શ્રી ચાડેશ્વર મંદિરથી છાંયા ચોપાટી રસ્તા પર, શ્રી ચાડેશ્વર મંદિરથી આવળ આઈ માતાજીના રસ્તા પર, મેઘમાયા ચોક થી સાંદિપની રસ્તા પર, એપાર્ટમેન્ટ થી શ્રી નીલકંઠ મહાદેવ મંદિર વાળા રસ્તા પર, એપાર્ટમેન્ટની સામે આવેલ મંદિર મંદિરમાં, સુદામાનગર થી બિરલા ફેકટરી તરફ રસ્તા પર, કેનાલ થી વાછરાડાડા મંદિર રસ્તા પર, શિવશક્તિ આશ્રમ થી મારૂતિ નગર ચાર રસ્તા પર, મારૂતિ નગરમાં આવેલ સબ સ્ટેશન પાસે બનેલ નવા રસ્તા પર ચાડેશ્વર મંદિર થી ઇન્દિરા નગર તરફ રસ્તા પર, એલ.લી. ડી લાઈટો ફિટ કરવી તેમજ શ્રી શિવશક્તિ આશ્રમ પાસે, મેઘમાયા ચોકમાં, નવાપરા ખોડિયાર કેબલ પાસે ચોકમાં, ટાવર સાથે લાઈટ ફિટ કરવા રજૂઆત કરી છે.