Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર નજીક ગોરસર ગામે આવેલ મામા પાગલ આશ્રમે દીવ્યાંગો એ બોલાવી રાસગરબા ની રમઝટ :જુઓ આ વિડીયો

પોરબંદર
સૃષ્ટીના સર્જનહારે અનોખી સૃષ્ટીનું નિર્માણ  કર્યુ છે અંહી અવાર-નવાર તહેવારોની ઉજવણી દ્વારા ઉલ્લાસભર્યો માહોલ જળવાઇ રહે. કાળા માથાનો માનવી દુ:ખ, દર્દ ભુલી તહેવારોમાં પરિવાર સાથે, મિત્રો સાથે હર્ષોઉલ્લાસથી ઉજવણી કરે તે પ્રમાણે કેલેન્ડર રચયું છે ત્યારે સુખ સંપન્ન અને શારીરીક રીતે સંપૂર્ણ વ્યકિતઓ તો તહેવારો મનમુકીને ઉજવે જ છે. હાલ ચાલી રહેલા નવરાત્રી ના પાવન તહેવારો દરમ્યાન પણ ઠેર ઠેર રાસોત્સવ ના આયોજન કરાયા છે અને લોકો રાસ ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે ગોરસર ગામે આવેલ મામા પાગલ આશ્રમ ના માનસીકક્ષતિગ્રસ્ત દીવ્યાંગો એ પણ નવરાત્રી પર્વ ની હર્ષભેર ઉજવણી કરી હતી. આશ્રમ ના દીવ્યાંગો હાલ નવરાત્રી ના પાવન પર્વ દરમ્યાન મા જગદંબાની સમૂહમાં આરતી ઉતારી રાસ-ગરબા લઇ નાચી-ઝુમી ઉઠ્યા હતા. અને માતાજીની ભાવપૂર્વક ભક્તિ કરી હતી. આશ્રમનાં વિશાળ પ્રાંગણમાં સતત બે કલાક સુધી રાસ રમ્યા હતા. જે જોવા લોકો પણ થંભી ગયા હતા. અસીમ અંધેરો કો મત કોસો.., એક દીયા ઔર જલાઓ.. પંકિત મુજબ માનસીક રીતે ક્ષતિગ્રસ્ત પણ જીવનમાં હાર નહી માનનારા આ દીવ્યાંગો દ્વારા કરવામાં આવેલી નવરાત્રી ની ભક્તિસભર ઉજવણી ખરેખર માતાજી ને પણ ગમી હશે.
જુઓ આ વિડીયો

ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ઘણા પરિવારોમાં ઘરનું કોઈ એક સભ્ય પાગલ હોય તો તેને પરિવારમાંથી તરછોડી દેવામાં આવે છે. તેને પ્રેમ અને હૂંફ મળતી નથી. આથી તેઓની સ્થિતિ ગંભીર બને છે. ત્યારે તરછોડાયેલા પાગલો માટે પોરબંદર નજીક ગોરસર ખાતે વણઘા ભગત દ્વારા ‘મામા પાગલ આશ્રમ’ ચલાવવામાં આવે છે. જ્યાં પાગલોની સારવાર કરવામાં આવે છે. પોરબંદર થી માધવપુર તરફ જતાં 48 કીલોમીટરે દુર આવેલ મામા પાગલ આશ્રમ નામનથી સુવિખ્યાત, ગોરસર ગામની સીમમાં આવેલ આ આશ્રમ કે જયાં માનસિક બિમાર હોય તેવા દિવ્યાંગ લોકોની આજે વીસેક વર્ષોથી સારવાર કરવામાં આવે છે. આ જગ્યામાં હાલમાં ૫૦ થી વધુ માનસિક રીતે દિવ્યાંગ હોય તેવા લોકો રહે છે. અને વણઘા ભગત દ્વારા તેમની વ્યવસ્થિત દેખભાળ કરવામાં આવે છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે