પોરબંદર
પોરબંદર દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ અને તેને સંલગ્ન સંસ્થાના હોદ્દેદારોની પાંચ વર્ષ માટે વરણી કરવામાં આવી છે. પાંજરાપોળના નવીનીકરણની કામગીરી આગળ વધારવા સહિત અનેકવિધ વિકાસ કામો હાથ ધરવા યુવા પેઢી તત્પર છે.
પોરબંદરના દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ પોરબંદર પાંજરાપોળ નૈમીદાસ નાનજી અનાથ બાળાશ્રમ તથા શેઠ ગાંધી ઝવેરચંદ લવજી દશા શ્રીમાળી વણિક નિરાશ્રીત ફંડમાં નીચે મુજબના હોદ્દેદાર તેમજ કમીટી મેમ્બરને સર્વાનુમતે આગલા પાંચ વર્ષ માટે ફરીથી નિમણુંક કરેલ છે.મેહુલભાઇ શેઠ તથા તેમની ટીમ દ્વારા ગત પાંચ વર્ષમાં પોરબંદર દશા શ્રીમાળી વણિક જ્ઞાતિનું નવસર્જન કરવામાં આવેલ તેમજ હાલની તકે પોરબંદર પાંજરાપોળનું નૂતનકરણ થઇ રહેલ છે. આ અનુલક્ષીને તેમજ તેઓમાં પારદર્શક વહિવટ અને આધુનિક વિચારોને કારણે સમગ્ર જ્ઞાતિ ખૂબજ ઉત્સાહપૂર્વક આ યુવા ટીમને ઉપરોકત બધી જ સંસ્થાનું સુકાન સોંપી ખૂબજ વિશ્વાસ વ્યકત કરવામાં આવેલ છે.પોરબંદર દશા શ્રીમાળી અને તેની સંલગ્ન સંસ્થાના હોદ્દેદારો તથા કમીટી મેમ્બરનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા હોદ્દેદારોના આવેલ રાજીનામા મંજૂર કરવા તેમજ તેની જગ્યાએ નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવ્યા છે.
પોરબંદર દશા શ્રીમાળી વણિક ન્યાત ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી મેહુલ નવિનચંદ્ર શેઠ,ઉપપ્રમુખ -ટ્રસ્ટી જીજ્ઞેશ શશીકાન્ત પારેખ, મંત્રી-ટ્રસ્ટી નિખીલ રસીકલાલ પારેખ, સહમંત્રી -ટ્રસ્ટી અજય લલિતકુમાર ઢાંકી તથા ૧૭ કમીટી મેમ્બરની નિમણૂંક થઇ છે. પોરબંદર પાંજરાપોળ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મેહુલ નવિનચંદ્ર શેઠ, ટ્રસ્ટી જીતેન રમેશચંદ્ર ગાંધી, ટ્રસ્ટી નિખીલ રસીકલાલ પારેખ, ટ્રસ્ટી અજય લલિતકુમાર ઢાંકીની વરણી કરવામાં આવી છે.
નમીદાસ નાનજી અનાથ બાળાશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી મેહુલ નવિનચંદ્ર શેઠ,ટ્રસ્ટી નિખીલ રસીકલાલ પારેખની વરણી થઇ છે તો શેઠ ગાંધી ઝવેરચંદ લાલજી દશા શ્રીમાળી વણિક નિરાશ્રીત ફંડના ટ્રસ્ટી મેહુલ નવિનચંદ્ર શેઠ,ટ્રસ્ટી જીજ્ઞેશ શશીકાન્ત પારેખ, ટ્રસ્ટી નિખીલ રસીકલાલ પારેખ, ટ્રસ્ટી અજય લલિતકુમાર ઢાંકી વગેરેની વરણી કરવામાં આવી છે અને આ યુવાનોની ટીમ જુદા જુદા પ્રકારના જ્ઞાતિ લેવલના વિકાસ કામોને આગળ ધપાવશે તેવો પણ કોલ આપવામાં આવ્યો હતો.આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.