પોરબંદર
પોરબંદર તાલુકા પંચાયતના તત્કાલીન અધિકારી દ્વારા એટીવીટી યોજનામાં ખરીદી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની પુરાવા સાથે પૂર્વ કર્મચારી એ કલેકટરને લેખિતમાં રજુઆત છે.
પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ કર્મચારી સંજય એમ. કારાવદરાએ કલેકટરને લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરી જણાવ્યું છે.કે તાલુકા પંચાયતના તત્કાલીન અધિકારી દ્વારા એટીવીટી યોજના હેઠળ સરકારના નિયમો અનુસર્યા વગર ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કર્યો છે.જેમાં સરકારી નિયમ મુજબ જેમ પોર્ટલ માંથી માંથી ખરીદી કરી ન હતી.તથા પાંચ લાખ થી વધુ ની ખરીદી હોવા છતાં વર્તમાનપત્રમાં પણ જાહેરાત આપી ન હતી.વિવિધ શાળાઓ માં પાણીના ટાંકા અને મોટર જે પાર્ટી પાસેથી ખરીદ કરી હોવાનું બતાવ્યું છે.તે પાર્ટી ઓથોરાઈઝ ડીલર કે વેચાણ કરતી નથી.
પાણીના ટાંકા બ્રાન્ડેડ નથી પણ બિલ બ્રાન્ડેડ ના મુકવામાં આવ્યા છે.મોટર પણ કંપનીને બદલે એસેમ્બલ ફિટ કરાઈ છે.આર ઓ પ્લાન્ટ ની ખરીદીમાં પણ 100 લિટરની ક્ષમતા વાળાને બદલે 25 લીટર વાળા અને તે પણ એસેમ્બલ ફિટ કરી દેવામાં આવ્યા છે.આમ આ તત્કાલીન અધિકારીએ ખરીદીમાં બિલો અલગ મૂકી એસેમ્બલ ચીજો ફિટ કરાવી માતબર રકમનો ભ્રષ્ટાચાર આચાર્યો છે.આ અંગે પુરતી તપાસ કર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.આ અંગે સંજયભાઈ એ છ માસ પહેલા ડીડીઓ ને પણ લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઇ ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.