Wednesday, February 5, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા એક્સપોર્ટ અવેરનેસ સેમીનાર યોજાયો

પોરબંદર

ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ઘી સી ફુડ એસપોર્ટ એસોસીએશન ઓફ ઈન્ડીયાના તથા ફેડરેશન ઓફ ઈન્ડીયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવ અર્તગત એડીશનલ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેઝના શ્રી આર. મુથુરાજના અઘયક્ષસ્થાને “એકસપોર્ટ અવરનેશ’ સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

આ સેમીનારના પ્રારંભમાં ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ અનીલભાઈ કારીયાએ સેમીનારમાં ઉપસ્થિત સૌ શ્રોતાઓને મીઠો આવકાર આપતા જણાવ્યુ કે,છેલ્લા બે વર્ષથી ફેલાયેલ મહામારી ના કારણે ધંધા-ઉદ્યોગો અને નિકાસ ને ખુબ માઠી અસર પહોંચી છે.પોતાના અનેક પાયાના વણ ઉકેલ પ્રશ્નોનો સામનો કરી નિકાસ ઘ્વારા લાખો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપતો ગુજરાતના આ ફીશીંગ ઉદ્યોગને પણ તેની માઠી અસરો પહોંચી છે.પ્રવચના અંતે તેઓએ ડી.જી.એફ.ટી.ના ઉપસ્થિત અધિકારીને માછીમારી ઉદ્યોગના પ્રશ્નોનોનું વેળાસર નિરાકરણ લાવવામાં મદદરૂપ થવાની અપીલ કરી હતી.

ત્યાર બાદ ડીજીએફટીના એડીશનલ ડાયરેકટર જનરલ મુથુરાજ,જોઈન્ટ ડાયરેક્ટર જનરલ અભીષેક શર્મા,ફીશ એકસપોર્ટ એસો.વેરાવળના ગુજરાત રીજયનના પ્રમુખ કેતનભાઈ શીયાળ વગેરે મહાનુભાવોનું ડીસ્ટ્રીકટ ચેમ્બરના પદાધીકારી અનીલભાઈ કારીયા,ભરતભાઈ રાજાણી,મુકેશભાઈ ઠકકર,ટી. કે.કારીયા અને કરશનભાઈ સલેટે પુષ્પગુચ્છ અપર્ણ કરી આવકાર્યા હતા.

ઘી ફીશ એકસપોર્ટ એસોસીએશન ઓફ ઈન્ડીયા,પોરબંદરના પ્રમુખ કરસનભાઈ સલેટએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં ફીશીંગના બીઝનેશ સાથે સંકળાયેલા ધંધાથીઓને કનડતા મહત્વના પ્રશ્નો જણાવ્યા જયારે ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરાએ મધ્યમ ઉદ્યોગને લગતા પ્રશ્નોની જાણકારી આપી.એડીશનલ ડાયરેકટર જનરલ મુથુરાજે પોતાના પ્રસંગીક પ્રવચનમાં જણાવ્યુ કે,આ પ્રશ્નોને હકારાત્મક અભિગમ સાથે નિવેડો લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે અને જે કોઈ એસપોર્ટરને ટીએમએ સ્કીમમાં અરજી બાકી હોય તેઓએ વહેલી તકે અરજી કરી આપવી આ અરજીનો એક અઠવાડિયા માં નિવેડો લાવવામાં આવશે તેવું પણ જણાવ્યુ હતું.

પ્રાસંગીક પ્રવચન બાદ ડીજીએફટીના જોઈન્ટ ડાયરેક્ટર અભિષેક શર્માએ ડીસ્ટ્રીકટ એકસપોર્ટ પ્લાન,એકસપોર્ટ પ્રોસીઝર અને ડીજીએફટીના ઓન લાઈન એક્સપોર્ટ પ્લેટફોર્મ અંગે વિગતવાર માહિતી આપી.ત્યાર બાદ ધી મરીન પ્રોડ્કટ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી,પોરબંદરના આસીસ્ટન્ટ ડાયરેકટર કિશોરકુમાર વાણીયાએ એમેપેડાનું કાર્ય અને એક્સપોર્ટ માટે કઈ રીતે મદદરૂપ થાય છે તે બાબતોની જાણકારી આપી.જયારે ક્રેડીટ ઈન્સ્યોરન્સ કઈ રીતે અને કેટલુ મળે અને તેની અગત્યતા શુ છે તે ઈસીસી, રાજકોટના બ્રાન્ચ મેનેજર વિકાસકુમાર પ્રસાદ એ જણાવ્યું હતું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,પોરબંદરના રીપ્રેઝન્ટેટીવ શીલુ એ નવા ઉદ્યોગની સ્થાપના અને ચાલુ ઉદ્યોગોના વિકાસ માટેની સ૨કા૨ દ્વારા અમલામાં રહેલી વિવિધ સ્કીમો અંગેની માહિતી આપવામાં આવી.આઈસીઆઈસીઆઈ અને એલડીએમ બેંકના ઉપસ્થિત રહેલા મેનેજરો ધ્વારા એકસપોર્ટ ફાયનાન્સ અને હીડીંગ સોલ્યુશન અંગે માહિતી પુરી પાડી.ત્યાર બાદ પ્રશ્નોતરી સેસનમાં ઉદ્યોગ માટે જમીન ફાળવણી જેવા અનેક મહત્વના પ્રશ્નો કરશનભાઈ સલેટ અને શ્રોતાઓ ધ્વારા પુછવામાં આવેલા.આ પ્રશ્નોના ઉતરો પાઠવવામાં આવ્યા હતા.

આ સેમીનારમાં ધીરૂભાઈ કકકડ,જયેશભાઈ પારેખ,નરેશભાઈ માખેચા,કમલેશભાઈ જુંગી,નિલેશભાઈ ખોખરી, સીદીકભાઈ,વિરેન્દ્રભાઈ જુંગી,સી.એ.દિવ્યેશભાઈ સોઢા વગેરે માહાનુભાવો અને ફીશ એક્સપોર્ટ એસોસીએશન ઓફ ઈન્ડીયાના પદાધિકારીઓ અને પ્રમુખ કરશનભાઈ સલેટ અને ધ્વારા કરવામાં આવેલ સતત પ્રયત્નોના કારણે ઓખા થી વેરાવળ સુધીના વિસ્તારના ફીશ એકસપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક એક્સપોર્ટસ ભાઈઓ ઉપસ્થિત રહી આ સેમીનારને સફળતા તરફ દોરી ગયા હતા.

કાર્યક્રમના અંતે ફીઈઓના ગુજરાત રીજીયના હેડ જયપ્રકાશ ગૌઈલ ઘ્વારા આભારવિધિ કરવામાં આવી.કાર્યક્રમનું સંચાલન ગૌઈલ તથા ટી. કે. કારીયા ધ્વારા કરવામાં આવેલ હતુ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે