પોરબંદર
પોરબંદર જિલ્લામાં 18 થી 59 ઉંમર ધરાવતા 338000 લોકો માંથી માત્ર 67 વ્યક્તિએ જ કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ લીધો છે.કોરોના ના કેસ માં ઘટાડો થવા ઉપરાંત પ્રીકોશન ડોઝ વિનામૂલ્યે ન મળતો હોવાથી તે લેવા માં લોકો ઉદાસીનતા દાખવતા હોવાનું જાણવા મળે છે.
પોરબંદર માં 60 થી વધુ વય ધરાવનાર લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે કોરોના નો પ્રિકોશન ડોઝ આપવામાં આવે છે. પરંતુ 18 થી 59 વર્ષ ની ઉંમર ધરાવતા નાગરિકોને પ્રિકોશન ડોઝ લેવા માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.અને શહેર ની એક ખાનગી હોસ્પિટલ ખાતે પ્રિકોશન ડોઝ આપવામાં આવે છે.જેમાં રૂ. 386 એક ડોઝના લેવામાં આવે છે.પરંતુ 18 થી 59 વર્ષની ઉંમર ધરાવતા 338000 લોકો માંથી અત્યાર સુધીમાં માત્ર 67 લોકોએ જ નિયત ચાર્જ ચૂકવી ને પ્રિકોશન ડોઝ લીધો છે.બાકીના લોકોએ હજુ સુધી પ્રિકોશન ડોઝ લીધો નથી.જેનું મુખ્ય કારણઆ ડોઝ વિનામૂલ્યે આપવામાં આવતો નથી.ઉપરાંત પોરબંદર સહીત રાજ્યભર માં હાલ માં કોરોના ના કેસ નહિવત છે.જેથી કોરોના નો ભય ન હોવાના કારણે લોકો પ્રીકોશન ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવતા હોવાનું જાણવા મળે છે.