પોરબંદર
પોરબંદર જીલ્લા માં છેલ્લા ૧૬ માસ માં અકસ્માત ના ૧૨૫ બનાવ નોંધાયા છે.જેમાં ૮૪ લોકો ના મોત થયા છે.તો બીજી તરફ ટ્રાફિક નિયમન મામલે પોલીસે પણ વધુ કડક બની એક માસ માં છ લાખ નો દંડ વસુલ કર્યો છે.
પોરબંદર જીલ્લા માં નાના મોટા અકસ્માતો અવારનવાર બનતા હોય છે.જેમાં કેટલાક બનાવો માં સમાધાન થઇ જતું હોવાથી પોલીસ કેસ થતા નથી.ત્યારે છેલ્લા ૧૬ માસ માં પોલીસ ચોપડે અકસ્માત ના ૧૨૫ બનાવ નોંધાયા છે.જેમાં કુલ 84 લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે આ અકસ્માતો મા 67 લોકોને ગંભીર ઈંજા પહોંચી હતી.અને 54 લોકોને સામાન્ય ઈંજા પહોંચી હતી.
શહેર ના જયુબેલી પુલ,કમલાબાગ થી કર્લી પુલ ઉપરાંત નરસંગ ટેકરી થી ધરમપુર ના પાટિયા સુધી અકસ્માતો વધુ થાય છે.કેટલાક સ્થળો એ હાઈવે પર સર્વિસ રોડ પર ચડતી વખતે પણ અકસ્માતો નોંધાયા છે.બગવદર નજીક ભારવાડા ની ગોલાઈ,રાણાવાવ ટી પોઈન્ટ વગેરે સ્થળો પણ અકસ્માત ઝોન બન્યા છે.રસ્તા પર વાહન આડે પશુ ઉતરવાના કારણે પણ અનેક અકસ્માતો સર્જાયા છે.તો બીજી તરફ વાહન ચાલકો એ અડફેટે લેતા અનેક વખત પશુઓ ના મોત અને ઈજાગ્રસ્ત બનવાના પણ બનાવો બન્યા છે.
તો બીજી તરફ ટ્રાફિક નિયમન મામલે પણ પોલીસે વધુ કડક બની છેલ્લા એક માસ માં છ લાખ નો દંડ વસુલ કર્યો છે.જેમાં હેલ્મેટ પહેર્યા વગર નીકળેલ 69 વાહન ચાલકો,સીટ બેલ્ટ બાંધ્યા વગરના 196 ચાલકો,ચાલુ વાહને મોબાઈલ મા વાત કરતા 89 ચાલકો,કાળા કાચ વાળા 41 વાહન ચાલક,અડચણ રૂપ વાહન રાખનાર 85 ચાલકો,ફેન્સી નંબર પ્લેટ હોય તેવા 369 ચાલકો,ત્રીપલ સવારી, વીમાના કાગળો ન હોય તેવા, 18 વર્ષથી નાની ઉંમરના ચાલકો સહિત કુલ 1396 વાહન ચાલકોને દંડ સ્વરૂપે પાવતી આપી કુલ રૂ. 6,04,900 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ આધારે ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા.જેમાં 1 માસ દરમ્યાન સીસીટીવી ફુટેજમાં ચેક કરતા ટ્રિપલ સવારીમાં નીકળેલ 818 વાહન ચાલકોને ઇ ચલણ જનરેટ કર્યા હતા.ચાલુ વાહને મોબાઈલમાં વાત કરતા 177 ચાલકો સીસીટીવીમાં કેદ થતા ઇ ચલણ આપ્યા છે. જ્યારે ફેન્સી નંબર પ્લેટ વાળા 62 ચાલકોને ઇ ચલણ જનરેટ કર્યા હતા.