પોરબંદર
પોરબંદર ખાતે 13 ફેબ્રુઆરી એ યોજાનાર બીન સચિવાલય પરીક્ષા 34 કેન્દ્ર ખાતે, 358 બ્લોકમાં લેવાશે અને 10718 ઉમેદવારો પરીક્ષા આપશે.
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્રારા આગામી તા.13 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 12 થી 2 કલાક દરમિયાન બિન સચિવાલય સેવાના કલાર્ક અને સચિવાલય સેવાના ઓફિસ આસી. વર્ગ-3ની જગ્યાઓ સીધી ભરવા માટેની ભાગ 1ની લેખીત પરીક્ષાનું આયોજન કરાયું છે ત્યારે પોરબંદર જિલ્લામાં 34 પરીક્ષા કેન્દ્રો ખાતે 358 બ્લોકમાં પરીક્ષા યોજાશે જેમાં 10718 ઉમેદવારો આ પરીક્ષા આપશે.દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે. શિક્ષણ વિભાગ દ્વારા મંડળના પ્રતિનિધિ તથા તકેદારી સુપરવાઈઝરની નિમણુંક કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોરોનાની ગાઈડલાઈન મુજબ પરીક્ષા યોજાશે.
પરીક્ષા ને લઇ ને જાહેરનામું
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્રારા આગામી તા.૧૩ ફેબ્રુઆરીનાં રોજ બપોરે ૧૨થી૨ કલાક દરમિયાન બિન સચિવાલય સેવાના કલાર્ક અને સચિવાલય સેવાના ઓફિસ આસી. વર્ગ-૩ની જગ્યાઓ સીધી ભરવા માટેની ભાગ-૧ની લેખીત પરીક્ષા પોરબંદર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે. પોરબંદર જિલ્લામાં યોજાનાર બિન સચિવાલયની પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરવા પ્રતિબંધ કરાયો છે. તથા કેન્દ્રોના આસપાસના ૨૦૦ મીટરનાં વિસ્તારની હદમાં ફોટોસ્ટેટ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તેમના ઝેરોક્ષ મશીનો ચાલુ રાખી શકશે નહી. તેમજ પરીક્ષા કેન્દ્રોમાં ચોરી ન થાય તે હેતુથી મોબાઇલ, ડિજીટલ વોચ, કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
આ પરીક્ષામાં ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓના ભાવિ ઉપર અસર પડવાની સંભાવના હોય તે સંજોગોમાં કોપી રાઇટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો દ્રારા તેમજ ફોટોસ્ટેટ મશીન દ્રારા પરીક્ષા ખંડમાં પહોચાડવાની શક્યતા અને સંભાવના હોવાથી ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો લઇ જવા ઉપર મનાઇ ફરમાવવા દરખાસ્ત આવેલ હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પોરબંદરએ પરીક્ષા કેન્દ્રો ઉપર દર્શાવેલ તારીખ અને સમયે કેન્દ્રોના આસપાસના ૨૦૦ મીટરનાં વિસ્તારની હદમાં ફોટોસ્ટેટ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તેમના ઝેરોક્ષ મશીનો ચાલુ રાખી શકશે નહી. તેમજ પરીક્ષા કેન્દ્રોમાં ચોરી ન થાય તે હેતુથી મોબાઇલ, ડિજીટલ વોચ, કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.