પોરબંદર
પીજીવીસીએલ તંત્રને વિજચોરીથી વિજલોસ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર જીલ્લા માં કોઈપણ વ્યક્તિને વીજચોરી થતી હોવાનું ધ્યાને આવે તો પોરબંદર પીજીવીસીએલ તંત્રને જાણ કરવા જણાવાયું છે. બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
પોરબંદર પીજીવીસીએલ તંત્રને વીજચોરીના કારણે વિજલોસ થઈ રહ્યો છે. કેટલાક ગ્રામ્ય પંથકમાં તેમજ શહેરમાં કેટલાક ગ્રાહકો એનકેન પ્રકારે વીજચોરી કરતા હોય છે. પીજીવીસીએલના પ્રમાણિક ગ્રાહકોને ન્યાય મળી રહે તે માટે તંત્ર દ્વારા વીજ લોસ ઘટાડવા માટે છેલ્લા ઘણાં સમયથી ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી પાવર ચોરી પકડી પાડવામાં આવે છે. પોરબંદર પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી એન્જીનીયર નાગાજણ પરમારે જણાવ્યું હતુંકે, વીજચોરી કરતા શખ્સો અંગે કોઈ માહિતી હોય તો પોરબંદરના 0286 2240947 પર ઓફિસ સમય દરમ્યાન ફોન કરી શકે છે.બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. અને વીજચોરી ડામવા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.