પોરબંદર
પોરબંદર જીલ્લા માં સંભવિત વાવાઝોડા અને વરસાદ ની સ્થિતિ ને ધ્યાને લઇ ને પીજીવીસીએલ ની ૮૧ ટીમ સજ્જ કરાઈ છે.ટીમો દ્વારા તમામ ૪૯૨ ફીડર માં પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી છે.
ચોમાસું હવે નજીક જ છે ત્યારે સંભવિત વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિ ને લઇ ને પોરબંદર પીજીવીસીએલ કચેરી દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.નાયબ ઈજનેર એન એચ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે પીજીવીસીએલ વર્તુળ કચેરી,પોરબંદર હેઠળ આવતા કાર્યક્ષેત્રમાં ગત ત્રણ મહિનામાં પ્રિ મોન્સુન મેઈન્ટેનન્સ કામગીરી અંતર્ગત ૪૯૨ નંગ ફીડરમાં આવતી ભારે તથા હળવા દબાણની લાઈન તથા ટ્રાન્સફોર્મરમાં લાઈનને નડતરરૂપ ઝાડની ડાળી કાપવાની,નવા જંપર કરવા,ઢીલા વાયર ખેંચવા,જુના તાણીયા અને અર્ટિંગ ફરીથી સમારકામ કરવા,ત્રાંસા પૌલ સીધા કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
પોરબંદર કચેરીના ૪૯૨ ફીડરમાંથી લગભગ બધાજ ફીડરમાં ઉપરોકત કામગીરી કરવામાં આવી રહેલ છે.જે કામગીરી આવતા સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.જે ને કારણે ચોમાસાની સીઝનમાં આવતા વિજ વિક્ષેપનું પ્રમાણ ઘટાડી શકાય.વધુમાં પોરબંદર વર્તુળ કચેરી હેઠળ પોરબંદર શહેર,પોરબંદર ગ્રામ્ય, કેશોદ અને માંગરોળ વિભાગીય કચેરીઓ અંતર્ગત કાર્યરત ૧૭ પેટાવિભાગીય કચેરી ના ફોલ્ટ સેન્ટરમાં એક લેન્ડલાઇન ફોન તથા એક મોબાઈલ ફોનની સુવિધા ગ્રાહકો માટે ઉભી કરેલ છે.જેથી ગ્રાહકો તેમની ફરીયાદ/રજુઆતો બાબતે આ ફોલ્ટ સેન્ટરના ફોનમાં તેમની રજુઆત નોંધાવી શકે છે.
હાલમાં,એક પેટાવિભાગીય કચેરી હેઠળ દરરોજ સરેરાશ ૩૦ થી ૩૫ જેટલી ફરીયાદો નોંધાવવામાં આવે છે.જેનું સમયમર્યાદામાં નિરાકરણ કરવામાં આવે છે.આ ઉપરાંત, ગ્રાહકોની સુવિધાઓ માટે રાજકોટ ખાતે પણ કેન્દ્રીય સ્તરે ગ્રાહકો ની ફરીયાદ રજુઆત નોંધાવવા માટે ફોન નં-૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩, ૧૯૧૨૨ પણ કાર્યરત છે,જે નંબર ઉપર પણ પોરબંદર વર્તુળ કચેરીના ગ્રાહકો તેમની રજુઆતા ફરીયાદ નોંધાવી શકે છે.
ઉ૫રાંત બળેલા ટ્રાન્સફોર્મર બદલવા માટે દરેક પેટાવિભાગીય કચેરી માં જરૂરિયાત મુજબ ટ્રાન્સફોર્મર નો સ્ટોક રાખવામાં આવેલ છે.જેથી બળેલા ટ્રાન્સફોર્મર ની ફરિયાદો ને સમયમર્યાદામાં નિકાલ થઈ શકે.વધુમાં ભારે વરસાદ અને વાવાઝોડા ની પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર ની ૬૪ ટીમો તથા પેટાવિભાગીય કચેરીના ડીપાર્ટમેન્ટલ ૧૭ ટીમો કુદરતી આપત્તિ સમયે વીજ પુરવઠો જાળવવા માટે સતત કાર્યરત છે.જેથી વહેલીતકે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં માટેનું અગાઉથી જ આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઈમરજન્સી કંટ્રોલ રૂમ પોરબંદર વર્તુળ કચેરી ખાતે ચાલુ કરવામાં આવેલ છે.