પોરબંદર
પોરબંદર જિલ્લામાં યોજાયેલ લોક અદાલત માં 975 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.અને કુલ રૂ. 1.24 કરોડનું વળતર ચુકવણી માટે નું સેટલમેન્ટ થયું છે.
પોરબંદર જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા જિલ્લાની તમામ અદાલતો માં તેમજ ફેમીલી કોર્ટ માં લોક અદાલત નું આયોજન કરાયું હતું.જેમાં ૧૫૫ કેસ નો નિકાલ થયો હતો.ઉપરાંત મેજિસ્ટ્રેટ ના સ્પેશ્યલ સીટીંગ માં ૭૫૦ કેસ તથા ૭૦ પ્રી લીટીગેશનના કેસ માં સમાધાન કરવામાં આવ્યું હતું.જયારે ફેમીલી કોર્ટ માં ૨૦ કેસ નો નિકાલ થયો હતો.આમ કુલ 975 કેસનો નિકાલ થયો હતો.આ લોક અદાલતમાં સામાન્ય અકસ્માત ના કેસ,ફોજદારી સમાધાન લાયક કેસ,વિવિધ ક્લેમ,દારૂ પીવાના કેસ,સામાન્ય મારામારીના ગુન્હાના કેસ,ચેક રીટર્ન ના કેસ,ભરણપોષણ ના કેસ દાખલ થયા હતા. જેમાં કુલ રૂ. 1,24,40,000 ની વળતર ચૂકવણીનું સેટલમેન્ટ મંજુર થયું હતું.