Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં આરટીઈ અંતર્ગત ૩૦ માર્ચ થી એડમીશન ની પ્રક્રિયા શરુ થશે

પોરબંદર

પોરબંદર જિલ્લામાં આરટીઇ અંતર્ગત એડમીશન અંગે ૩૦ માર્ચ થી પ્રર્ક્રિયા શરુ થશે અને 11 એપ્રિલ સુધી એનલાઈન અરજી કરી શકાશે.

પોરબંદર માં નબળા અને વંચિત જૂથના બાળકો ને આરટીઇ હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1 મા વિનામૂલ્યે પ્રવેશ માટે પ્રક્રિયા શરુ થશે જે અંતર્ગત તા. 30 માર્ચથી તા. 11 એપ્રિલ સુધી બાળકોના વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે.જિલ્લામાં 110 ખાનગી શાળાઓ છે તેમજ ઉપલબ્ધ ખાલી જગ્યા અંદાજે 534 છે. ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા આરટીઈ વેબસાઈટના હોમ પેઈજ પર આપેલ સુચના અનુસરવા તથા ઓનલાઇન ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી તેવું પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકની ઉમર તારીખ ૦૧/૦૬/૨૦૨૨ નાં રોજ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો R.T.E ની પ્રોસેસ ચાલું થયા બાદ બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.

R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. વિદ્યાર્થીના બે ફોટા
૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૩. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૪. માતાપિતાનું આધાર કાર્ડ.
૫. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા
કોઇપણનું )
૬. આવકનો દાખલો (મામલતદારનો)
૭. લાઇટબિલ , રેશનકાર્ડ
૮. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું
પડતુ હોય તો )
૯. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )
૧૦. જો બાળકે સરકારી આંગળવાડીમાં
૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો
આંગળવાડી નો દાખલો.
૧૧. સંતાન માં એક માત્ર દીકરી હોય તો તે
અંગેનો નગરપાલિકાનો દાખલો.

તારીખ 30/03/2022 થી 11/04/2022 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

નોંધ : તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઇન અપલોડ કરવાનાં રહેશે

30મીથી ફોર્મ ભરાશે, 26 એપ્રિલે પ્રથમ રાઉન્ડ જાહેર થશે
– 30 માર્ચથી 11 એપ્રિલ સુધી 13 દિવસ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
– 30 માર્ચથી 16 એપ્રિલ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી થશે.
– 17થી 19 એપ્રિલ દરમિયાન માત્ર રિજેક્ટ થયેલી ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા તક અપાશે.
– 17થી 21 એપ્રિલ પુનઃ અપલોડ થયેલ ડોક્યુમેન્ટ ફોર્મ ચકાસણી કરાશે.
– 26 એપ્રિલે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.

કઈ રીતે ભરવું ફોર્મ?
RTE માટેનું ફૉર્મ કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ભરી શકે છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે