પોરબંદર
પોરબંદર જીલ્લા માં આજ થી ફ્રન્ટ લાઈન વર્કર્સ,હેલ્થકેર વર્કર્સ ઉપરાંત 60 વર્ષથી ઉપરના બીમારી ધરાવતા નાગરીકોને કોરોના વેક્સીનનો ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરવામાં આવશે.જેને લઈને તંત્ર એ આયોજનનો ધમધમાટ શરુ કર્યો છે.
પોરબંદર સહીત રાજ્યભર માં કોરોના ના કેસ વધી રહ્યા છે.જેને પહોંચી વળવા માટે રસી એકમાત્ર ઉપાય છે.ત્યારે સરકાર દ્વારા 15 થી 18 વર્ષ વચ્ચેના કિશોર-કિશોરીઓને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.તેના એક સપ્તાહ બાદ આજે તા 10 જાન્યુઆરી થી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ, અને 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડીટી ધરાવતા નાગરિકોને આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે.જે નાગરિકોએ બન્ને ડોઝ લીધેલો હોય,તેમજ બીજા ડોઝ ને નવ મહિના એટલે કે “39 વિક” પૂરા થયેલા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે.
જેઓનો તા.10-04-2021 સુધીમાં બીજો ડોઝ પુર્ણ થયેલો હોય,તેવા લાભાર્થીઓ તા.10-01-2021ના રોજ વેક્સિન ના પ્રિકોશનરી ડોઝ (બુસ્ટર ડોઝ)માટે એલીજીબલ રહેશે.ઇન્ચાર્જ ડીડીઓ એસ ડી ધાનાણી એ જણાવ્યું હતું.કે જીલ્લા માં કુલ ૪૨૩૮ હેલ્થકેર વર્કર્સ,૧૬,૪૪૨ ફ્રન્ટ લાઈન વર્કર્સ ઉપરાંત ૬૦ વર્ષ થી વધુ વય ધરાવતા ૬૮૧૭૮ લોકો છે.જેઓને તબક્કાવાર રસી આપવામાં આવશે.