પોરબંદર
પોરબંદર જિલ્લાના કેટલાક જળપલ્લવિત વિસ્તારો માં માછલી પકડવા માટે પાટા જાળ બિછાવવામાં આવે છે.જેથી અનેક પક્ષીઓ આ નાની જાળમા ફસાઈ જવાથી ઈંજાગ્રસ્ત બને છે.તેમજ મોત ના પણ બનાવ બને છે.જેથી આ અંગે વન વિભાગ સહીત તંત્ર દ્વારા ચેકીગ કરવામાં આવે તેવી પક્ષીપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.
પોરબંદર માં હાલ માં શિયાળાની ઋતુ દરમ્યાન મોટી સંખ્યા માં વિદેશી પક્ષીઓ નું આગમન થયું છે.અને અલગ અલગ જળપલ્લવિત વિસ્તારો ખાતે પડાવ નાખ્યો છે.પરંતુ કેટલાક વેટલેન્ડમાં છૂટક માછીમારો માછલી પકડવા પાટા જાળ બિછાવે છે.આ પાટા જાળ ખુબજ ઝીણી હોય હોવાથી તેમાં નાની માછલીઓ ફસાય છે.આ જાળ ને 15 થી 16 કલાક પાણીમાં બિછાવી રાખવામાં આવે છે.આ વિસ્તાર માં વિહરતા પક્ષીઓ જાળ માં ફસાઈ જવાના કારણે ઈજાગ્રસ્ત બને છે.તો મોત ને ભેટવાના પણ બનાવ બને છે.ઈંજાગ્રસ્ત પક્ષીઓ પણ તેની ઈજા ના કારણે ઉડી ને વતન પરત જઈ શકતા નથી.આથી વનવિભાગ સહીત તંત્ર દ્વારા આ અંગે ચેકીંગ હાથ ધરી આવી જાળો નો ઉપયોગ બંધ કરવામાં આવે તેવી માંગ પક્ષીપ્રેમીઓ કરી રહ્યા છે.